તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વિદ્યા સહાયકમાંથી નિયમિત થયેલા શિક્ષકોના પગારમાં તફાવત મંગાવાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યા સહાયકમાંથી નિયમિત થયેલા શિક્ષકોના પગારમાં તફાવત મંગાવાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છજિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કચેરીને રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા પત્ર મળ્યો છે, જેમાં વિદ્યા સહાયકોમાંથી નિયમિત થયેલા શિક્ષકોના પગારમાં તફાવતની વિગત મંગાવાઇ છે, જેથી 2006 પહેલા લાગેલાના વિદ્યા સહાયકો ઉકેલાય એવી આશા જાગી હોવાના હેવાલ છે.

રાજ્ય સરકારના નાણા વિભાગે 18મી જાન્યુઆરીના ઠરાવ કર્યો હતો કે 2006 પછી ભરતી થયેલા વર્ગ 3 અને 4ના ફિક્સ પગારના કર્મચારીઓને નિયમિત પગાર ધોરણમા સમાવતી વખતે ફિક્સ પગારનો સમયગાળો, નોકરી, સેવા વિષયક બાબતો જેવી કે, બઢતી, ઉચ્ચતર પગાર ધોરણ અને નિવૃતિ લાભો અંગે સેવા તરીકે ગણવા, જે 1997થી 2005 સુધીમા નિમણૂક મેળવેલા વિદ્યા સહાયકો માટે ભારે અન્યાયરૂપ હતો, જેથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, નાણામંત્રી અને શિક્ષણમંત્રી સમક્ષ રજુઆત કરી લાભ 1997થી આવા માગ કરાઇ હતી. માગણીના ભાગ રૂપે ધારાસભ્યો અને કલેકટર પાસે રેલી સ્વરૂપે જઇ આવેદન પત્ર અપાયા હતા. જામનગરમાં મળનારી રાજ્ય સંઘની કારોબારી સભામાં ભાવિ રણનીતિ ઘડવા નક્કી કરાયું હતું. દરમિયાન રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક ડો. એમ. આઇ. જોષીએ રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને શાસનાધિકારીઓને પત્ર લખીને માહિતી મંગાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો