તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પાલિકાની સફાઇ વેરો ઝુંબેશમાં 1.30 હજાર રૂપિયા વસુલાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકાની સફાઇ વેરો ઝુંબેશમાં 1.30 હજાર રૂપિયા વસુલાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજસુધરાઇને સફાઇવેરા પેટે 1.30 લાખ અને મિલકત વેરા પેટે વધુ 27 લાખ રૂપિયાની આવક થઇ હોવાનો દાવો કરાયો હતો.

સામાન્ય રીતે માર્ચ એન્ડિંગ આવતા સુધરાઇની ટેક્સ બ્રાન્ચ દ્વારા વેરા વસુલાત તેજ બનતી હોય છે, ગત વર્ષે કોઇપણ જાતના દબાણ વિના ફેબ્રુઆરી અને માર્ચ માસમાં રેકર્ડબ્રેક આવક થઇ હતી અને વર્ષની કુલ્લ વસુલાત 10.75 કરોડે પહોંચી ગયો હતો. વખતે નોટબંધી સમયે રદ થયેલી નોટો દ્વારા વેરા વસુલાત કરાઇ હોવાથી મોટાભાગની વસુલાત આપોઆપ દિવાળી પહેલા થઇ ગઇ છે, જેથી હવે સરકારી અને મોટા મિલકતધારકો પાસેથી રકમ વસુલવાની બાકી રહી છે, જેમાં છેલ્લા ચારેક દિવસમાં વધુ 27 લાખ રૂપિયા આવ્યા છે. હજુ દોઢેક કરોડ રૂપિયા દસેક દિવસમાં આવી જાય તેવી સરકારી કચેરી અને મોટા મિલકતધારકો પાસેથી બાંહેધરી મળી ગઇ છે.

બીજી બાજુ સફાઇવેરા વસુલાત ઝુંબેશમાં હજુ સુધી 1.30 લાખ રૂપિયા આવી ગયા છે.

સમગ્ર કાર્યવાહી નગરપતિ અશોકભાઇ હાથી, ઉપપ્રમુખ સુશિલાબેન અાચાર્ય, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાની સૂચનાથી મુખ્ય અધિકારી ગોવિંદ ચાંડપ્પાએ કર્મચારીઓને આદેશ કર્યા હોવાથી કરાઇ હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે. જે હજુ વધુ તેજગતિએ આગળ ધપાવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો