તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • મંત્રીના કાર્યક્રમ સ્થળે ધસેલી કોંગ્રેસી મહિલાઓની અટક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંત્રીના કાર્યક્રમ સ્થળે ધસેલી કોંગ્રેસી મહિલાઓની અટક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાકેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના અધ્યક્ષ સ્થાને નવનિયુક્ત સરપંચો અને કારોગર ઓળખપત્ર એનાયત સમારોહ યોજાયો હતો, જેમાં કોંગ્રેસની મહિલા કાર્યકરો નારી જાતિ પર થતા દુષ્કર્મ સહિતના અત્યાચાર અટકાવવાના સૂત્રોચ્ચાર સાથે ધસી રહી હતી, જેથી પોલીસે જ્યુબિલી સર્કલ પાસે અટકાયત કરી હતી.

કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રવકતા અંજલીબેન ગોરે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ભાજપની કેન્દ્ર અને ગુજરાતની સરકાર જ્યારે મહિલા સુરક્ષાની વાતો કરે છે ત્યારે મહિલા પર વધતા જતા અત્યાચારથી કોંગ્રેસ વ્યથિત છે. ખુદ ભાજપના મહિલાઓ સાથે તેમના પક્ષના કાર્યકરો અન્યાય કરી રહ્યા છે. પ્રમુખ કલ્પનાબેન જોશી કહ્યું હતું કે, આવા સંજોગોમાં ઉદઘાટનો અને સન્માન કાર્યક્રમો બંધ કરવા જોઇએ. કેન્દ્ર અને રાજ્ય સરકારના ગુણગાન સંભળાવવાના બદલે મહિલાઓના હક અને હિતની વાત થવી જોઇએ, જે બાબતે રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરતા જઇ રહ્યા હતા ત્યારે જ્યુબિલી સર્કલ પાસે પોલીસે અટકાયત કરી હતી, જેમાં રસીકબા જાડેજા, આઇશુબેન સમા, ભાવનાબેન ગોર, હવાબેન યોગલ, નયનાબેન સુરા, પુષ્પાબેન સોલંકી, પ્રભાબેન જૈન અને રોમતબેનનો પણ સમાવેશ થતો હતો. જેની જાણ થતા નરેશ મહેશ્વરી સહીતના આગેવાનો પોલીસ સ્ટેશને ધસી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો