તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કોટડામાં શ્રમજીવીએ દાડમ તોડ્યા અને વાડી માલિકે ઢીબી નાખ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોટડામાં શ્રમજીવીએ દાડમ તોડ્યા અને વાડી માલિકે ઢીબી નાખ્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજતાલુકાના કોટડા (આથમણા)ની વાડીમાંથી કાન્તી માવજી સથવારાએ દાડમ તોડયા અને વાડીના માલિક ઇશ્વર અંબાલાલ પટેલ અને તેના માણસોએ તેને ઢીબી નાખતાં સામસામી ફરીયાદ પધ્ધર પોલીસમાં થઇ હતી.

પોલીસ સુત્રોએ માહીતી આપતા જણાવ્યું હતું કે,વાડી માલિક ઇશ્વર અંબાલાલ પટેલે નોંધાવેલી ફરીયાદ મુજબ શનિવારે બપોરે કાન્તી માવજી સથવારા દેવી પુજકે બપોરે બાર વાગ્યે ગેરકાયદેસર રીતે મારી વાડીમાં ઘુસી રુ.950ની કિંમતના 15 કીલો દાડમની ચોરી કરી છે.

ફરિયાદને આધારે પોલીસે તપાસ કરતાં કાન્તી ભુજની જનરલ હોસ્પીટલમાં ઘાયલ હાલતમાં મળ્યોો હતો અને તેણે લખાવેલી ફરિયાદ મુજબ હું ખાવા માટે દાડમ તોડવા અંદર ગયો હતો ત્યારે વાડીના માલિક અંબાલાલ પટેલ અને તેના માણસોએ મને બેફામ માર માર્યો હતો.પધ્ધર પોલીસે બન્નેની ફરિયાદ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો