• Gujarati News
  • National
  • ગ્રીન સિગ્નલ થવાને 15 સેકન્ડ બાકી હોય ને વાહનો રવાના !

ગ્રીન સિગ્નલ થવાને 15 સેકન્ડ બાકી હોય ને વાહનો રવાના !

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંચાર મહિનાથી ફરીથી લાગેલા ટ્રાફિક સિગ્નલની લોક જાગૃતિના અભાવે જ્યૂબિલિ ગ્રાઉન્ડ સર્કલ પર અવાર-નવાર નાના અકસ્માતો થતા રહે છે. એક દોઢ મિનિટ રોકાયા બાદ વાહન ચાલકો પોતાના વાહનો દોડાવી મુકતા હોવાના કારણે એક બીજામા ભટકાય છે અથવા અન્ય બાજુથી પસાર થઇ રહેલા વાહનમાં ઘુસી જતા હોવાના બનાવો છેલ્લા બે દિવસમાં જાણવા મળ્યા હતા. જો કે, અકસ્માતો સામાન્ય પ્રમાણમાં રહેતા હોય છે. જો કે વાહન પડી જવું કે તેના પરથી સવારનું ગબડી પડવું તેવા બનાવો વખતે નજીકમાં ઉભેલા ટ્રાફિક પોલીસના જવાનો તરત મદદે પહોંચી જતા હોય છે.

ભુજમાં એક માત્ર જ્યૂબિલિ સર્કલ પર સિગ્નલો દ્વારા ટ્રાફિક નિયમન કરાય છે. જેમાં અમુક સમયે સિગ્નલો ચાલુ રહે છે અને અમુક સમયે બંધ રહે છે. અંદાજે 100 સેકન્ડ સુધી રાહ જોયા બાદ તબક્કાવાર વાહન ચાલકોને ગ્રીન સિગ્નલ અપાતું રહે છે.

લાલ સિગ્નલ હોય અને બીજી તરફનો પ્રવાહ ચાલુ હોય ત્યારે 15 સેકન્ડ થતા અન્ય બાજુઓથી વાહનો દોડવા માંડે છે જેથી ક્યારેક ટ્રાફિકમાં અડચણ ઉભી થાય છે અથવા વાહન ટકરાય પડે છે. જો કે, નજીવી ટક્કર હોય છે. દરમિયાન આકાશવાણી તરફથી ડાબી બાજુની સાઇડ હરહંમેશ રોકાયેલી રહેતા ગ્રીન સિગ્નલ હોવા છતા જઇ શકાતું હોવાની ફરીયાદ કેટલાકે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...