• Gujarati News
  • National
  • કચ્છના DMO વલસાડના મુખ્ય અધિકારી તરીકે બદલ્યા

કચ્છના DMO વલસાડના મુખ્ય અધિકારી તરીકે બદલ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છપાલિકાના મુખ્ય અધિકારી પારસ મકવાણાની શુક્રવારે વલસાડ જિલ્લામાં બદલી કરાઇ છે. પરંતુ તેમની જગ્યાએ હજુ સુધી કોઇને નિમણૂક મળી નથી.

કચ્છમાં 2013ની સાલમાં પારસ મકવાણા ડીએમઓ તરીકે આવ્યા હતા. જેમણે કચ્છમાં પોતાના 4 વર્ષના કાર્યકાળ દરમિયાન 5 વખત ભુજ પાલિકાના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. 2013ની સાલમાં પૂર્ણકાલિન મુખ્ય અધિકારી ચેતન ડુડિયાની બદલી થયા બાદ પારસ મકવાણા ઇન્ચાર્જ રહ્યા હતા. ત્યારબાદ 2014ની સાલમાં 19મી જુલાઇથી 27મી ઓક્ટોબર અને ફરી 10મીથી 16મી નવેમ્બર ઇન્ચાર્જ રહ્યા હતા. 2015ની સાલમાં 11મી સપ્ટેમ્બરથી છેક 2016ના પ્રારંભ સુધી ઇન્ચાર્જ રહ્યા હતા. આમ ભુજ સુધરાઇને લાંબા સમય સુધી પૂર્ણકાલિન મુખ્ય અધિકારી મળતા વચ્ચેના મોટાભાગે તેઓ ઇન્ચાર્જ મુખ્ય અધિકારી રહ્યા હતા.

સામાન્ય રીતે સરકારી કચેરીઓમાં ઓછામાં ઓછા 3 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ સુધી એક જગ્યાએ કાર્યભાર સંભાળવાનો હોય છે. ડીઅેમઓ પારસ મકવાણા લગભગ 4 વર્ષ સુધી કચ્છ પાલિકાઓના મુખ્ય અધિકારી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...