તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શહીદોની સ્મૃતિમાં આજે ભુજથી તિરંગા બાઇક રેલીનો આરંભ થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહીદોની સ્મૃતિમાં આજે ભુજથી તિરંગા બાઇક રેલીનો આરંભ થશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહીદોની સ્મૃતિમાં આજે ભુજથી તિરંગા બાઇક રેલીનો આરંભ થશે

દેશનીઆઝાદી માટે જાન ન્યોચ્છાવર કરનારા શહીદોથી આવનારી પેઢી પરિચિત બને તેવા આશય સાથે વડા આજે સોમવારે સ્વતંત્રતા દિનની સાંજે ભુજથી તિરંગા યાત્રા બાઇક રેલી પ્રસ્થાન કરશે. રેલી કચ્છના તમામ 10 તાલુકામાં ફરીને તા. 21/8ના ધોળાવીરામાં સંપન્ન થશે. યાત્રા પૂર્વે ભુજમાં મળેલી શહેર ભાજપની બેઠકમાં તૈયારીને ...અનુસંધાનપાનાનં.6

આખરીઓપ અપાયો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનના પગલે જિલ્લા ભાજપ દ્વારા સાંસદ વિનોદ ચાવડાના નેતૃત્વ હેઠળ યોજાનારી રેલીને સાંજે 6 કલાકે વાણિયાવાડમાં સ્ટાર્ટ અપાશે. માધાપરના વીરાંગના સ્મારક ખાતે પહોંચતાં સ્મારક પર યોજાનારા સમારોહમાં યુધ્ધ વીરો અને ભૂતપૂર્વ રક્ષા સંત્રીઓને સન્માનાશે. લોકોમાં અદમ્ય દેશ પ્રેમની ચેતના જાગૃત કરવા તેમજ શહીદોને યાદ કરવાના હેતુ સાથે યોજાનારી તિરંગા યાત્રામાં જોડાઇને દેશની અખંડીતતા તથા સલામતીને અવરોધતા તત્વોને જવાબ આપવા લોકોને અનુરોધ કરાયો છે.

જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, જિલ્લા પંચાયત અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, સંસદીય સચિવ વાસણભાઇ આહિર, ધારાસભ્ય તારાચંદ છેડા, ડો. નીમાબેન આચાર્ય, પંકજ મહેતા, રમેશ મહેશ્વરી, ગોપાલક વિકાસ નિગમના ચેરમેન અરજણ રબારી સહિતના આગેવાનો અને ભાજપના પદાધિકારીઓ જોડાશે. યાત્રા ઇન્ચાર્જ તરીકે દેવજી વરચંદ અને સહાયક રોહન હિરાણી રહેશે. ભાજપના મંડળ વિભાગ અને ગ્રામજનો દ્વારા દરેક ગામે રેલીનું સન્માન કરાશે.

યાત્રા પૂર્વે ભુજમાં યોજાયેલી શહેર ભજપની બેઠકમાં જિલ્લા મંત્રી હિતેશ ખંડોલે આયોજન અંગે વિસ્તૃત વિગતો આપી હતી. શહેર પ્રમુખ નવીન લાલનના માર્ગદર્શન હેઠળ શહેર ઇન્ચાર્જ શીતલ શાહ, સહ ઇન્ચાર્જ નરોતમ પોકારની જયારે તાલુકા ઇન્ચાર્જ દિનેશ ઠક્કરની નિમણૂક કરવામાં આવી હતી. તાલુકા પ્રભારી જે.પી.મહેશ્વરીએ યાત્રા સફળ બનાવવા કાર્યકરોને કામે લાગી જવા કહ્યું હતું. જિલ્લા ભાજપ ઉપપ્રમુખ બાપાલાલ જાડેજા, નગરપતિ અશોક હાથી, ડો.રામગઢવી, ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો