તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નાડાપામાં જુગાર રમતા 6 ખેલીઓ 17 હજાર સાથે જબ્બે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાડાપામાં જુગાર રમતા 6 ખેલીઓ 17 હજાર સાથે જબ્બે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજનાનાડાપા ગામમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 17125ની રોકડ તથા 6 મોબાઇલ સહિત 20,125ના મુદ્દામાલ સાથે 6 જણને ઝડપી પાડ્યા હતા.જ્યારે બીજી બાજુ ગાંધીધામમાં જાહેરમાં જુગાર રમતા 5 ખેલીઓને 10 હજારની રોકડ સાથે પકડ્યા હતા.

નાડાપા ગામના બસ સ્ટેશન પાસે લીંબડાના ઝાડ નીચે જુગાર રમતા હોવાની બાતમી પરથી રવિવારે સાંજે દરોડો પાડ્યો હતો, જેમાં પધ્ધર પોલીસના પીઆઇ આર.જી. જાડેજાએ તથા સ્ટાફે દરોડો પાડી જુગાર રમી રહેલા ડગાડાના વેલજીભાઇ માયાભાઇ મહારાજ, ભીમજી કરશન આહિર,ભૂરાભાઇ રવાભાઇ ફફલ, લાલજીભાઇ વાલજીભાઇ ચાડ, કરમાભાઇ ભગુભાઇ માથા, રાજેશભાઇ વેલજીભાઇ આહિર સહિતના આરોપીઓને પકડી તેમના કબજામાંથી 17125ની રોકડ તથા 6 મોબાઇલ સહિત 20,125ના મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ આરોપીઓ સામે ગુનો નોંધી પધ્ધર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે ગાંધીધામમાં આવેલી ફ્લેમીંગો હોટલ પાછળના ભાગે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપીઓ પર અચાનક પોલીસ રેડ પાડતા લાઇટના અજવાળામાં જુગાર રમી રહેલા દિપકભાઇ રમેશભાઇ ઠકકર, જીતેન્દ્રસિંહ જગમાલસિંહ સોઢા, કમલેશ વીરમભાઇ મકવાણા, દિનેશભાઇ રાણાભાઇ વાઘેલા અબ્દુલ ઇલીયાસ સખાયાની ધરપકડ કરી લીધી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો