તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આપત્તિમાં કચ્છની પડખે ઉભતા પ્રમુખ સ્વામીના કાર્યો નહિ ભૂલાય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપત્તિમાં કચ્છની પડખે ઉભતા પ્રમુખ સ્વામીના કાર્યો નહિ ભૂલાય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીએપીએસસંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થતાં બીએપીએસના સંતો અને હરિભક્તોમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. મણિનગર ગાદિના આચાર્યે સદ્દગતને શ્રધ્ધાંજલિ અર્પી હતી તો બ્રહ્મલીન સંતે કચ્છમાં આપત્તિ વખતે કરેલા સેવા કાર્યો ક્યારેય નહિ ભુલાય તેમ સાંસદ તથા સંસદીય સચિવે અંજલિ આપતા જણાવ્યું હતું.

મણિનગર સ્વામિનારાયણ ગાદિ સંસ્થાનના આચાર્ય સ્વામી પુરૂષોત્તમપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, માનવતાના માર્ગદર્શક અને વિશ્વભરમાં સનાતન ધર્મની સુવાસ પ્રસરાવનારા પ્રમુખ સ્વામીની વિદાયથી અધ્યાત્મ જગતમાં ક્યારેય પુરાય તેવી ખોટ પડી છે.

કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું હતું કે, કચ્છમાં ભૂકંપ હોય કે અન્ય કોઇ કુદરતી આફત આવી પડી હોય ત્યારે બ્રહ્મલિન સંતે માનવ સેવા અને જીવદયા માટે કરેલી સેવા અવિસ્મરણીય રહેશે.

સંસદીય સચિવ વાસણભાઇ આહિરે ઉંડા શોકની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સ્વામીજીના નિધનથી એક વિકાસ પુરૂષ ગુમાવ્યા હોવાની લાગણી સાૈ અનુભવે છે. અંજારની સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલનું નિર્માણ કરવામાં મુખ્ય યોગદાન આપનારા બ્રહ્મલિન સંતે કચ્છના સાત ગામો દતક લીધાં હતાં.

ભુજની સંસ્કૃત પાઠશાળામાં વિભાકર અંતાણી તેમજ સભ્યોએ અંજલિ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો