તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કેન્યામાં કચ્છી સત્સંગ મજબૂત કરવા હાકલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેન્યામાં કચ્છી સત્સંગ મજબૂત કરવા હાકલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેન્યાનાનાઇરોબી શહેરમાં સત્સંગરૂપી વિજય ધ્વજ સાથે શરૂ થયેલું નર નારાયણદેવ નૂતન મંદિર મહોત્સવનું સમાપન રવિવારે રાષ્ટ્રીય એકતાની ભાવના ઉજાગર કરતી શોભાયાત્રા બંન્ને દેશના રાષ્ટ્ર ધ્વજ સાથે નિકળી હતી.

ભુજ નર નારાયણ દેવના તાબા હેઠળનુ અને લંગાટા મધ્યે આવેલા નુતન મંદિર મહોત્સવનું કામકાજ છેલ્લા બે મહિનાથી ચાલતું હતું.તેમજ સદભાવના સાથે શરૂ થયેલા મહોત્સવમાં આખાય નાયરોબી શહેરના લોકોને નવે નવ દિવસ ભોજન પ્રસાદ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.આ સિવાય સ્થાનિક લોકો માટે મેડિકલ કેમ્પ,બ્લડ ડોનેશન કેમ્પ,કપડા વિતરણ વગેરે સેવાઓ પણ શરૂ કરવામાં આવી હતી. કાર્યક્મમાં ધર્મકુળ પરિવારના આચાર્ય કોશલેન્દ્ર પ્રસાદ દસે દસ દિવસ હાજર રહયા હતા.ઉત્સવ દરમ્યાન આચાર્ય મહારાજે મુર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરી હતી.જયારે ભુજ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી આદી વડીલ સંતો દ્વારા મુર્તીઓને અભિષેક,આરતી તથા અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતા.રાજાધિરાજ ઘનશ્યામ મહારાજની અસવારી સાથે રાજોપચાર પૂજને ખાસ્સું એવું આકર્ષણ જમાવ્યું હતું.

મહિલાઓએ રાસોત્સવની રમઝટ બોલાવી હતી.રાત્રીય ઉત્સવોમાં ભુજ સ્વામીનારાયણ કન્યા વિધાલયની દિકરીઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેમજ મહંત પૂરાણી સ્વામી ધર્મનંદન દાસજી,સ્વામી પ્રેમપ્રકાશ દાસજી,સ્વામી હરીદાસજી,પાર્ષદ કોઠારી જાદવજી ભકત આદી સંતોએ કચ્છના સત્સંગને વધુમાં વધુ મજબુત બનાવી કચ્છ પ્રદેશનું નામ અને કચ્છના સત્સંગનો ડંકો આખા એશિયા ખંડમાં વગાડી મૂકવા ઉપસ્થિત સત્સંગીઓને ભારપુર્વક જણાવ્યું હતું.આ કથામાં મુખ્ય વકતા તરીકે શાસ્ત્રી સ્વામી પ્રકાશદાસજી, ગોલોકવિહારી દાસજી,ભકત વત્સલ દાસજી,કૃષ્ણ સ્વરૂપ દાસજી તથા નંદ સંતો રહયા હતા.સમાપન પ્રસંગે નિકળેલી નગરયાત્રામાં 34 વાહનો પર શણગારાયેલી કૃતિઓમાં 15મી ઓગષ્ટને નજર સમક્ષ રાખીને લાલનથી લાલ કિલ્લાની ઝાંખી પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવતી કૃતીઓમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી,સરદાર વલ્લભભાઇ પટેલ,કેન્યાના રાષ્ટ્રપતિ ઉરૂહુ કેન્યાટાના હોર્ડીંગે રાષ્ટ્રીય એકતાને અસ્મિતાને જાગૃત કરી હતી.અને અા નગરયાત્રામાં ચોવીસીના હરી ભકતો ઉમટી પડતા યાત્રા જાણે ભુજમાં નિકળી હોય તેવો માહોલ સર્જાયો હતો.

મહોત્સવને ઐતિહાસિક સ્વરૂપ આપવામાં ભુજ મંદીરના કોઠારી દેવપ્રકાશ દાસજી, નિલકંઠમુન્ની દાસજી,દિવ્ય સ્વરૂપ દાસજી આદી સંતો કે જેઓએ મહિનાઓથી ત્યાં રહી ધર્મરૂપી યજ્ઞને પાર પાડવામાં ભાગ ભજવ્યો હતો.તો કે.પી.સ્વામી,જ્ઞાનસ્વરૂપ સ્વામી આદી સંતો અને મંદીર કમીટીના પ્રમુખ પરબતભાઇ વેકરીયા,ઉપ પ્રમુખ હીરજીભાઇ શિયાણી તથા તમામ સભ્યો તેમજ કચ્છ નર નારાયણ દેવ યુવક મંડળના યુવા યુવતીઓ ખભે ખભા મિલાવી ઉત્સવને યાદગાર તેમજ ઐતિહાસિક ઉત્સવ બનાવ્યો હતો.સમગ્ર મહોત્સવની સભાનું સંચાલન શાસ્ત્રી સ્વામી અક્ષરદાસજી તથા દેવચરણ દાસવીએ કર્યું હતું.

લંગાટામાં મહોત્સવની પૂર્ણાહૂતિ પ્રસંગે નીકળેલી વિશાળ શોભાયાત્રા. તસવીર: હર્ષદ ઠક્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો