તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માધાપરમાં વેપારીઓ તથા ટ્રાન્સપોર્ટસ જુગાર રમતા 5 લાખ સાથે ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માધાપરમાં વેપારીઓ તથા ટ્રાન્સપોર્ટસ જુગાર રમતા 5 લાખ સાથે ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજનામાધાપર ગામે તથા ભુજના સથવારાવાસમાં રવિવારે પોલીસે છાપોમારી વેપારીઓ ટ્રાન્પોર્ટરો સહિત 16 ખેલીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા આરોપીઓ પાસેથી 55,400ની રોકડ તથા મોબાઇલો તેમજ વાહનો સહિત 5,27,400નો મુદામાલ કબજે કર્યો હતો.

માધાપરના નવાવાસમાં શિવમ પાર્કમાં બાતમીના આધારે પશ્ચિમ કચ્છ ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ દરોડો પાડ્યો હતો. જુગારનું પડ માંડીને બેઠેલા વેપારી અને ટ્રાનસ્પોટરોમાં વિજય નારણ મરંડ (આહિર)(ઉ.વ.23)ધંધો-ટ્રાન્સપોર્ટ, હર્ષદ ધનજી વીંછી (ખત્રી) (ઉ.વ.33)ધંધો-સુથારીકામ, ઉત્તમ કાનજીભાઇ ટાંક (ઉ.વ.30)ધંધો-મજૂરી, યતીન નારણભાઇ ચૌહાણ (ઉ.વ.25) ધંધો-પ્રા.નોકરી,રામજી દેવજી આહિર (ઉ.વ.41) ધંધો-ટ્રાન્સપોર્ટ, ક્રિતેષ રમેશભાઇ જોષી (ઉ.વ.28) ધંધો-વેપાર, અશ્વિનસિંહ રાસુભા જાડેજા (ઉ.વ.40) ધંધો-પ્રા. નોકરી, ચન્દ્રેશપુરી દિનેશપુરી ગૌસ્વામી (ઉ.વ.27), ધંધો-વેપાર, પતુભા લખુભા જાડેજા (ઉ.વ. 29) ધંધો-મજૂરી રહે તમામ માધાપરવાળા આરોપીઓના ઝડપાઇ ગયા હતા. એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.આલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય.બી.ગોહિલ નાઓની સુચનાથી એલ.સી.બી. સ્ટાફના માણસો કાર્યવાહી કરી પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડા 40,800 તથા મોબાઇલ નંગ-9, કિમત 22,000 તથા મારૂતી બલેનો કાર કિમત 4,00,000 તથા બે બાઇકો કિમત 50,000 સહિત 5,12,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભુજ બી ડીવિઝન પોલીસ સ્ટાફે સથવારાવાસ શિવનગર ખાતે જાહેરમાં ધાણી પાસાનો જુગાર રમતા દીલીપ અમરતગીર ગોસ્વામી, અલપેશ જટાશંકર ગોર, કાસમ હુશેન જત, જાદવ આમદ પીંજારા,નીતીન વિરસંગજી ગોર, નિલેશ ભવાનજી ગોર, હરેશ જેઠાલાલ ચૌહાણની ધરપકડ કરી લીધી હતી. જુગારના રૂપિયા 14,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ગાંધીધામની જુની સુંદરપુરીમાં 7 જુગારીઓ 11 હજારની રોકડ સાથે પકડાયા

ગાંધીધામનાજુની સુંદરપુરી વિસ્તારમાં આવેલા ત્રિકમજીના મંદિર સામેના ઓટલા પર જુગાર રમતા 7 શખ્સો પર પોલીસે દરોડો પાડી 11,200ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા, પકડાયલા ત્રિકમ રણછોડ રોઠોડ, કિરીટ મુળજીભાઇ સોલંકી, મનુભાઇ બાવાભાઇ પરમાર, નિલેશ ભીખાભાઇ મકવાણા, ઉદય ઉર્ફે ઉદીયો જેમલ રોઠોડ, નિલેશ જીવાભાઇ મકવાણા, તેમજ દીલીપ રાજુભાઇ રાઠોડ સહિતના તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો