તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તુલસીજી કૃત રૂદ્રાષ્ટકમ્

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શિ વજીજ્યારે પ્રલયંકારી બને છે ત્યારે રૂદ્ર સ્વરૂપ ધારણ કરી સંહારક બને છે. રામચરિત માનસમાં તુલસીદાસજીએ શિવશિવાનું અલૌકિક વર્ણન કર્યું છે. રામચરિત્રની શરૂઆત કરતા પહેલા તેઓ શિવજીની આરાધના કરે છે.

તુષારાદ્રિસંકાશ ગૌરં ગભીરં, મનોભૂત કોટી પ્રભા શ્રીશરીરં

સ્ફૂરન્મૌલિ કલ્લોલિની ચારુ ગંગા, લસભ્દ્લબાલેન્દુ કંઠે ભુજંગા //3//

‘તુલસીદાસજીશિવજીના મહિમાનું વર્ણન કરતા કહે છે કે, જેમનો વર્ણ હિમાલય સમાન શ્વેત અને ગંભીર છે, કરોડો કામદેવ જેવો જેમનો દેહ છે, જેમના મસ્તકપરથી ગંગાની અવિરતધારા વહેતી રહે છે, જેમણે ભાલમાં ચંદ્રને ધારણ કરી ચંદ્રનું માન વધાર્યું, જેઓ શરીરે કામનારૂપી સર્પને ધારણ કરી વશમાં રાખે છે તેવા શિવજીને હું વારંવાર નમન કરું છું. તુલસીદાસજી કહે છે કે, જેઓ પ્રચંડ, પ્રગલ્ભ, પરમેશ્વર, પૂર્ણ, અજન્મા, કરોડો સૂર્યને સમાન, ત્રિભુવનને ઘારણ કરનાર, હાથમાં ત્રિશૂળ ધારણ કરનાર પાર્વતીના પતિ શિવજીની આરાધના કરી હું ધન્યતાનો અનુભવ કરી રહ્યો છું. જે કાળ રહી છે, સત્પુરુષોને આનંદ આપનાર, તમામ મોહનો નાશ કરનાર શિવજી મારા પર પ્રસન્ન થાય. અંતે શિવજીના ચરણોમાં મસ્તક ઝૂકાવતા કહે છે કે, જ્યાં સુધી મનુષ્ય ઉમાકાંત મહાદેવજીના ચરણારવિંદની પૂજા નથી કરતો ત્યાં સુધી તેને લોક કે પરલોકમાં સુખ-શાંતિની પ્રાપ્તિ નથી થતી. માટે હે શિવજી આપ મારા સર્વપ્રકારના દુ:ખથી લડવામાટેની શક્તિ પ્રદાન કરો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો