તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • મીરજાપર પાસેથી પકડાયેલા 54 લાખના દારૂ અંગે તપાસ ઠેરની ઠેર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મીરજાપર પાસેથી પકડાયેલા 54 લાખના દારૂ અંગે તપાસ ઠેરની ઠેર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનથીનીકળી દશ દશ દિવસની સફર કરી એનક ચેકપોસ્ટો અને પોલીસ પેટ્રોલિંગની વાડ પસાર કરી છેક 10મી ઓગસ્ટની મધ્ય રાત્રે કચ્છમાં અને તે પણ પશ્ચિમ કચ્છ પોલીસના ક્ષેત્ર સુધી 54 જંગી દારૂ ભરેલી ટ્રક એવી રીતે આવી તેનું રહસ્ય જેમ હજુએ અકબંધ રહયું છે તેમ ટ્રક ઝડપાયા પછી અને તે રાજસ્થાન પાસિંગની ટ્રક હોવાનું સ્પષ્ટ થયા પછી પણ તેના આરોપીઓના સગડ સુધ્ધા કેમ નથી મળ્યા યક્ષ પ્રશ્ન બન્યો છે.

જ્યા માત્ર એક ફોન કરી હેલ્પલાઇનની મદદથી અનેક નાનાથી મોટા દારૂના દરોડા પાડી શ્કયા છે પશ્ચિમ કચ્છના ક્ષેત્રમાં આવું કેમ થયું અંગે પણ અનેક તર્ક વિર્તકો થઇ રહયા છે આરોપીઓ હવામા ઓગળી ગયા કે આખા પ્રકરણમાં એક વિભાગ વચ્ચે હુંસાતુંસીની હોળી ખેલાઇ છે એવી ચર્ચા પણ એરણે ચડી છે, રેન્જ આઇજીની કચેરીની બાતમીના આધારે પકડાયેલા જંગી જથ્થો પકડાયો ત્યારે પ્રથમથી તે આરઆરસેલે પકડ્યો છે કે ભુજ ડિવિઝને તે અંગે પણ અલગ અલગ દાવાઓ થયા હતા.

બીજી બાજુ જંગી જથ્થાને ક્યા ઉતારવાનો હતો કે કોને મોક્લોયો તેવા મુખ્ય કળીઓ આપી શેકે તે ડ્રાઇવર પણ શંકાસ્પદરી ભાગી ગયો કે ભગાળવામાં આવ્યો આવા અનેક ગણ ગણાટ પોલીસ સૂત્રોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે તો ટ્રકના ડ્રાઇવર તથા સબંધિતોની કળીના અમુક અંશો પૂર્વ કચ્છ તરફ ફંટાયા છે ત્યારે રાજસ્થાનથી કચ્છ સુધી જયાં માલ પકડાયો ત્યાં સુધી પહોંચવા માટે પર્વ કચ્છ પસાર કરવું પડે તો સમયે પૂર્વ કચ્છ પોલીસને ખબર કેમ પડી છેક 10મીએ ભુજ પાસે આટલા વિલંબ પછી ટ્રેઇલર કેમ પકડાયું

જિલ્લામાં હેલ્પ લાઇન શરૂ કર્યા પછી પશ્ચિમ કચ્છ પોલીસે બસ્સોથ વધુ સફળ દરોડા થકી દારૂ પકડવામાં સફળ રહેલી પશ્ચિમ કચ્છ પોલીસને બદનામ કરવાનું ષડયંત્ર તો નથી ને તેવું પણ માધ્યમો ચર્ચાઇ રહયું છે.

આમ તો સૂરજબારીથી પ્રવેશતા નાના મોટા દરકે વાહનોની શંકાને આધારે તપાસ કરી શકાતી હોય ત્યારે આટલો મોટો દારૂનો જથ્થો આવી રહ્યાની બાતમી હોય છતા ટ્રેઇલર છેક ભુજ સુધી કેવીરીતે પહોંચ્યું વહીવટી સરળતા ખાતર પોલીસ તંત્રને અનેક વિભાગોમાં વહેચવું પડે એસમજી શકાય પણ ગુનાખોરી ડામવાનું કાર્યતો યશ-અપયશના દાયરાથી બહાર રાખી કરવામાં આવે તો પોલીસની છાપ ઉજળી બની શકે દારૂ અંગેની હેલ્પલાઇન ચાલુ થયા પછી અને તેમા સફળ કામગરી પછી આવી શંકાસ્પદ બાબતો બને ત્યારે ક્યાંક તો આગ લાગી છે તે વગર ધૂમાડો હોય તેવું ચોક્કસ કહી શકાય

આર આર સેલ ફિફાં ખાંડે છે કે આરોપીઓ ઓગળી ગયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો