તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પશ્ચિમ કચ્છ પોલીસે આઝાદી પર્વ પૂર્વે પરિવાર સાથે કરી ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પશ્ચિમ કચ્છ પોલીસે આઝાદી પર્વ પૂર્વે પરિવાર સાથે કરી ઉજવણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજનાપોલીસ પરેડ ગ્રાઉન્ડમાં શનિવારે સાંજે પશ્ચિમ કચ્છ પોલીસ વડા દ્વારા પોલીસ કર્મચારીઓના પરિવારના બાળકો અને મહિલાઓને અલગ અલગ રમતો રમાડી ઇનામો આપી પ્રોસાહિત કરતો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

સ્વતંત્રતા પર્વ નિમિતે યોજાયેલા કાર્યક્રમ અંગે હેડ ક્વાટરના પીઆઇ ડી જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવાર સાથે હળવી પળ અને આનંદનો ઉત્સવ મનાવવા શનિવારે સાંજે દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પશ્ચિમ કચ્છ એસ પી મકરંદ ચૌહાણના નેજા હેઠળ ભુજના પોલીસ કર્મચારીઓના પરિવારના સભ્યોને અલગ અલગ રમતો રમાડવામાં આવી હતી જેમા મહિલાઓ બાળાઓના સીંગલ તથા ડબલ થાળી રાસ, દોડની સ્પર્ધા તથા લંગડીદાવ, રસ્સી ખેંચ સહિતની રમતો હતી . એસપી દ્વારા ઇનામો આપી પ્રોસાહિત કરવામાં આવ્યા હતા, કાર્યક્રમાં ડીવાય એસપી જે કે જેસ્વાલ, એલસીબીના પીઆઇ એમજે આલ તથા અને અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ વિવિધ સ્પર્ધાઓની તસવીર તો છેલ્લે વિજેતાને ઇનામ આપતા એસ.પી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો