તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભાડાઇના આચાર્ય ભુજના શિક્ષિકાની રાજયમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાડાઇના આચાર્ય-ભુજના શિક્ષિકાની રાજયમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજયસરકારે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને રાજય પારિતોષિત એવોર્ડ માટે પસંદ કર્યા છે.જેમાં કચ્છના બે માધ્યમિક શિક્ષકોમાં ભુજની માતૃછાયા કન્યા વિધાલયના માધ્યમિક વિભાગના શિક્ષિકા જાગૃતિબેન વકીલ તેમજ માંડવી તાલુકાના ભાડાઇ ગામની માધ્યમિક શાળાના આચાર્ય કીર્તિભાઇ ઠકકરની પસંદગી કરાઇ હતી.

રાજય કક્ષાએ પસંદગી પામેલા તમામ શિક્ષકો સાથે કચ્છના બંન્ને પ્રાધ્યાપકોને આગામી 5મી સપ્ટેમ્બર શિક્ષક દિનના રોજ રાજયપાલ ઓ.પી.કોહલીના હસ્તે એવોર્ડ,રૂા.51 હજાર રોકડા તેમજ શાલથી સન્માનિત કરવામાં આવશે. બંન્નેની કારકીર્દીની સફર પર એક નજર નાખીયે તો તેમાં જાગૃતીબેન વર્ષ 1996 થી માધ્યમિક વિભાગમાં ગણિત-વિજ્ઞાનના શિક્ષિકા તરીકે માતૃછાયામાં ફરજ બજાવે છે. તેઓ બહુ આયામી પ્રતિભા ધરાવે છે.

મુખ્યરૂપથી જોઇએતો સિવાય તેમને વર્ષ-2015માં કચ્છ સૌરાષ્ટના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પોરબંદરના સાંદીપની વિધા નિકેતન ટ્રસ્ટ દ્વારા અપાયો હતો,ચાલુ વર્ષે ભુજના ભગવતીધામ મંડળ દ્વારા ગુરૂ એવોર્ડથી નવાજાયા હતા,વિવિધ ક્ષેત્રના વિષયો પર પોતાની 14 જેટલી ઇ-બુકસ પર માતૃભારતીમાં તેઓ લેખ લખે છે,રાષ્ટ્રીય કક્ષાની ઓનલાઇન નિબંધ ર્સ્પધામાં 3જા અને વાર્તાલેખનમાં પ્રથમ નંબરે વિજેતા રહી ચૂકયા છે.

સાથે તેઓ ઇન્ડીયન પ્લેનેટરી સોસાયટીમાં કચ્છ જિલ્લના સાયન્સ કોમ્યુનિકેટર છે,તેમજ વૃક્ષમિત્ર સંસ્થા,વિવેકાનંદ રિસર્ચ-માંડવી સહીત અનેક સંસ્થાઓમાં સક્રીય ભાગ ભજવે છે,અને 2006થી જિલ્લા વિજ્ઞાન મેળામાં નિર્ણાયક તરીકે સેવા આપે છે.ંમોટી ભાડાઇનામાધ્યમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા કીર્તિભાઇ ઠકકરના કાર્યકાળ પર એક નજર ફેરવીયે તો તેઓ વર્ષ 1996થી ક્ષેત્રમાં છે તેમણે ગુજરાતી વિષયમાં એમ.એ.બી.એડ કરેલું છે.

છેલ્લા દસ વર્ષથી તેમની શાળાનું પરિણામ 80 ટકા જેટલું આવે છે,વર્ષ 2008માં શાળાને શ્રેષ્ઠશાળાનો એવોર્ડ મળેલો છે,તેમજ 2013ની સાલમાં શાળાને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ એનાયત કરાયો છે,તેમજ તેજ વર્ષે ગોકુલા ફાઉન્ડેશન તરફથી કીર્તિભાઇને કર્મવીર એવોર્ડ પણ અપાયો હતો.

કારકીર્દીની શરૂઆતથી લઇ અને આજ સુધીની પોતાની સફળતા માટે તેમણે પોતાના ગુરૂજનો રમેશભાઇ દવે,રેખાબેન દવે,ડો.દર્શનાબેન ધોળકીયાનો તહેદિલથી આભાર માન્યો હતો તેમજ સિવાય શાળાના ટ્રસ્ટીઓ અજીતભાઇ પોપટ તેમજ સંસ્થાપક પ્રભાબેન પોપટ તરફથી પોતાને તન મન ધનથી સાથ સહકાર મળ્યા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો