તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રોટરી ક્લબ ઓફ વોલસિટી સેવાકાર્યનો વ્યાપ વિસ્તારશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોટરી ક્લબ ઓફ વોલસિટી સેવાકાર્યનો વ્યાપ વિસ્તારશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રોટરીક્લબ ઓફ ભુજ વોલસિટીનો વર્ષ 2016-17 માટેના નવા હોદ્દેદારોની શપથ ગ્રહણવિધિ કાર્યક્રમ યોજાયો હતો. નવા વરાયેલા હોદ્દેદારોએ ક્લબનો સેવા ક્ષેત્રે વ્યાપ વધારવા સંકલ્પ કર્યો હતો.

ભાડાના ચેરમેન કિરીટભાઇ સોમપુરા, ઇન્સ્ટોલેશન ઓફિસર નીરજભાઇ સોગાની તેમજ અન્ય મહેમાનો દિનેશભાઇ ઠક્કર, જયંતભાઇ ઠક્કર, વિમલભાઇ મહેતા તથા ઉષાબેન ઠક્કર વગેરે મંચસ્થ રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ચાલુ વર્ષના પ્રમુખ ધવલ રાવલ તથા સેક્રેટરી ધીરેન દોશીએ સમગ્ર વર્ષના કાર્યનો અહેવાલ રજૂ કર્યો હતો.વર્ષ 2016-17 નવનિયુક્ત હોદ્દેદારો તરીકે પ્રમુખ અમીત ચૌહાણ, સેક્રેટરી ધર્મેશ મહેતા, ટ્રેઝરર રોજન વોરા, વા. પ્રેસિડેન્ટ ધીરેન દોશી, પ્રેસિડન્ટ ઇલેક્ટ ભરત લોહાર, જોઇન્ટ સેક્રેટરી જયેશ જોષી, મેહૂલ સોમૈયા તથા સર્વે બોર્ડ મેમ્બરને નીરજભાઇ સોગાણીએ શપથગ્રહણ કરાવ્યા હતા. નવા આવેલા સભ્યોને દિનેશભાઇ ઠક્કરે શપથગ્રહણ કરાવ્યા હતા. ઇન્નરવ્હીલ ક્લબના નવનિયુક્ત પ્રમુખ રોશનીબેન ઠક્કર તથા સેક્રેટરી નીપાબેન તન્ના તેમજ સર્વે બોર્ડ મેમ્બરને ઉષાબેન ઠક્કરે તથા રોટરેક્ટ ક્લબ-ભુજ વોલસિટીના નવનિયુક્ત પ્રમુખ કેયૂર શાહ તથા સેક્રેટરી અર્પણ વોરા તેમજ સર્વે બોર્ડ મેમ્બરને તેમજ રોટરેક્ટ ક્બલ-સંસ્કાર કોલેજના પ્રમુખ તરીકે મોક્ષેશ શાહ તેમજ બોર્ડ મેમ્બરને આસિ. ગવર્નર વિમલ મહેતાએ શપથ લેવડાવ્યા હતા.સંચાલન જયેશ રાવલે કર્યું હતું.

શપથ લેતા નવા વરાયેલા હોદ્દેદારો તસવીરમાં નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો