Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંતરજાળમાં વૃદ્ધાએ અગમ્ય કારણોસર ફાંસો ખાઇ લીધો
અપમૃત્યુનાબે બનાવોમાં પૂર્વ કચ્છમાં બે જાન ગયા હતા. અંતરજાળમાં વૃદ્ધાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લીધો હતો, તો કાસેઝમાં કામ કરતાં પડી ગયેલા યુવાને સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો.
અંતરજાળ ખાતે રહેતા મંજુલાબેન દયારામ ભટ્ટી (ઉ.70)એ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં લટકી જઇ ફાંસો ખાઇ દુનિયાને અલવિદા કરી હતી. બનાવ બાદ મૃતકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બીજા બનાવમાં કાસેઝ ખાતે ખાનગી કંપનીમાં ગત તા. 16/7ના પતરાના શેડ પર કામ કરી રહેલા રવિ દેવજી મહેશ્વરી (ઉ.30)(રહે. કિડાણા)નો પગ લપસતાં તે નીચે પટકાયો હતો, જેથી તેને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દેતાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
કાસેઝમાં પડી ગયેલા યુવાનનું સારવારમાં મોત