તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આદિપુરમાં માંસના શંકાસ્પદ જથ્થા સાથે ભુજના શખ્સને લોકોએ ઝડપ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદિપુરમાં માંસના શંકાસ્પદ જથ્થા સાથે ભુજના શખ્સને લોકોએ ઝડપ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આદિપુરમાંગૌરક્ષકોએ ગૌમાંસની હેરાફેરી થચતી હોવાની શંકાના આધારે એક શખ્સને સ્કૂટરથી જતા અટકાવી તપાસ કરતાં તેમાંથી માંસનો જથ્થો નીકળી પડ્યો હતો, જેથી શખ્સને સ્કૂટર સહિત આદિપુર પોલીસના હવાલે કરવામાં આવ્યો હતા. પોલીસે માંસ ક્યા પશુનું છે તે જાણવા તપાસ હાથ ધરી હતી.

પોલીસની વિગતો અનુસાર આદિપુરના મણિનગર વિસ્તારમાંથી સ્કૂટર નં. જીજે-12-એન-3249 પસાર થતાં તેના સવારને ગૌરક્ષક શિવરાજ દેવરાજ ગઢવીએ ઉભો રાખી તપાસ કરતાં તેનું નામ અનવર સમેજા હોવાનું તથા તે ભુજનો રહેવાસી હોવાનું તેણે જણાવ્યું હતું, બાદમાં તેના સ્કૂટરની ડિક્કીમાંથી 10થી 12 કિલો જેટલું માંસ નીકળ્યું હતું, જે કયા પશુનું છે, તેમ પૂછવામાં આવતાં શખ્સે જવાબ આપતાં માંસ ગૌવંશનું હોવાની શંકાના આધારે તેને પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે અનવર, સ્કૂટર કબજે લઇ માંસના જથ્થાને પરીક્ષણ માટે એફ.એસ.એલ.માં મોકલાવ્યો હતો અને માંસ ક્યા પશુનું છે, તે જાણવા તપાસ હાથ ધરી હતી.

આવા ધંધા કરનારાઓની સામે કડક હાથે કામ લેવા સુન્ની મુસ્લિમ સમાજની અપીલ

શંકાસ્પદમાંસના જથ્થા સાથે ઝડપાયેલા શખ્સને પોલીસમાં સુપરત કરવામાં આવ્યા બાદ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા બનાવને વખોડી આવા ધંધા કોણ કરે છે ક્યાં થાય છે જેવા બધા સવાલોની વહીવટી તંત્ર તપાસ કરી આવા તત્ત્વોને તે કોણ છે, તે જોયા વગર કડકમાં કડક નશ્યત મળે તે માટે સજા કરવા સંસ્થાના પ્રમુખ હાજી જુમા રાયમાએ અપીલ કરી, આવા તત્ત્વોની પેરવીના કારણે સમાજની કોમી એખલાસની ભાવનાને કોઇ પણ રીતે હાનિ થતી અટકાવવા ઇજન આપ્યું હતું, જેને સમિતિના તમામ આગેવાનોએ એકમતે ટેકો આપ્યો હતો, એમ સમિતિના મહામંત્રી મહમદ આગરિયાની યાદીમાં જણાવાયું હતું. સમિતિના અભિગમની અન્ય સમાજોએ કદર કરવી જોઇએ અને એકલ-દોકલ વ્યક્તિના કૃત્યથી સમગ્ર સમાજ વિરુદ્ધ કોઇ જાતની ધારણા બાંધવાથી દૂર રહેવું જરૂરી હોવાનું સ્વીકારવું અનિવાર્ય છે. સમિતિની અપીલને અન્ય સમાજોએ પણ બિરદાવ્યો હતો.

12 કિલો માંસના જથ્થાને પરીક્ષણ માટે FSL મોકલાવતી આદિપુર પોલીસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો