તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ લોહાણા સમાજ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ લોહાણા સમાજ

લોહાણામહાજનના ઉપક્રમે જ્ઞાતિના દાતા દ્વારા ચાલતી વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ તથા વગર વ્યાજની લેપટોપ યોજના ત્રીજા અને છેલ્લા તબક્કા માટે જ્ઞાતિના વિદ્યાર્થીઓ ફોર્મ તા.31/7 સુધી ભુજ લોહાણા મહાજન કાર્યાલય, શેઠ નાનજી સુંદરજી સેજપાલ લોહાણ મહાજન વાડી, ભુજ મધ્યે પહોંચતા કરવા. ફો. 02832- 223664.

બ્રહ્મક્ષત્રિયજ્ઞાતિ

5વર્ષ સુધીના બાળકો માટે બાળ તંદુરસ્તી હરીફાઇ તા.28/7ના સાંજે 5 કલાકે, બ્રહ્મક્ષત્રિય કોમ્યુનિટી હોલ ખાતે. નામ નોંધાવા સંપર્ક મો.98254 27699.

ઔદિચ્યબ્રહ્મસમાજ મહિલા પાંખ

તા.22/7નાસભ્ય બહેનોની બેઠક સાંજે 5 કલાકે આદિચ્ય બ્રહ્મસમાજવાડી, શિવકૃપાનગર ખાતે.

ઇન્દિરાબાઇગર્લ્સ હાઇસ્કૂલ

વિજ્ઞાનપ્રવાહની જે વિદ્યાર્થિનીઓને જીવ વિજ્ઞાન વિષય સાથે માર્ચ-2016માં પરીક્ષા આપેલ છે તે વિદ્યાર્થિનીઓને ઇજનેરી શાખામાં પ્રવેશની તક મળે તેવા હેતુથી ઓગસ્ટ-2016માં ગણિતની પરીક્ષા આપવા ઇચ્છુક હોય તો તે તા.25/7 સુધી જ‌રૂરી ફી, એસઆઇડી નં. તથા માર્ચ 2016ની માર્કશીટની ઝેરોક્ષ સાથે શાળાનો તાત્કાલિક સંપર્ક કરવો.

લાયન્સક્લબ ઓફ ભુજ

લાયન્સઇન્ટરનેશનલના 100 વર્ષની ઉજવણી નિમિત્તે લાયન્સ કલબ ભુજના સ્થાપક પ્રમુખ મ.કુ. હિંમતસિંહને મરણોત્તર સન્માન અર્પણ કરવા માટે દરેક લાયન્સના મિત્રોએ તા.22/7ના સવારે 8:30 કલાકે તેમના નિવાસસ્થાન, જયુબિલી ગ્રાઉન્ડ ભુજ ખાતે હાજર રહેવું.

શેઠડી.એલ.લો કોલેજ

પ્રથમવર્ષ એલ.એલ.બી.માં પ્રવેશ અંગેની અનામત તથા બિન અનામત કેટેગરીના ઓન લાઇન એપ્લિકેશન પર આધારીત મેરીટ યાદી કોલેજ નોટિસ બોર્ડ પર મૂકવામાં આવેલી છે, જે યાદીમાં સમાવેશ થાય છે તેમણે તા.22/7થી 23/7 સુધીમાં સવારે 9થી 11:30 સુધી તમામ અસલી પ્રમાણપત્રો સાથે રૂબરૂ ઉપસ્થિત થઇ એડમિશન ફી ભરવાની રહેશે.

ઝવેરીપરિવારનું સ્નેહમિલન

તા.31/7નાસવારે 7 કલાકે વાંકી તીર્થ મધ્યે, જોડાવવા ઇચ્છતા પરિવારજનોએ તા.21/7થી 23/7 સુધી મહેશભાઇ ઝવેરી પાસે નામ નોંધાવી જવા.

નિ:શુલ્કસંગીત પ્રશિક્ષણના વર્ગો

અખિલભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય દ્વારા પ્રમાણિત ગાયક કલાકાર દ્વારા સંગીત પ્રશિક્ષણના વર્ગો તા.22/7થી 23/7ના સાંજે 4:30થી 6 દરમિયાન નામ નોંધાવવા ઇચ્છુકે ફો 224457નો સંપર્ક કરવો.

વૃક્ષમિત્રસંગીત સભા

મુન્દ્રારિલો. અને તેની આજુ-બાજુની સોસાયટીઓ તેમજ શહેરીજનોના સંગીતરસિયાઓ માટેની વૃક્ષમિત્ર સંગીત સભા તા.23/7ના સાંજે 6થી 9 સુધી વૃક્ષમિત્ર ગાર્ડન, મુન્દ્રા રિલોકેશન ચાર રસ્તા, શ્રીહરી સોસાયટીની બાજુમાં.

દિવ્યાંગોનાઆધારકાર્ડ અંગે

લોકસેવા વાર્સજનિક ટ્રસ્ટ-ભુજ અંતર્ગત દિવ્યાંગોના આધારકાર્ડ કેમ્પનું આયોજન ટુંક સમયમાં કરવામાં આવશે. નામ નોંધાવવા મો.94280 33733.

માંડવીમાંરાહતદરે તપાસ

જનકલ્યાણમેડિકલ સોસાયટી-માંડવી ખાતે સ્ત્રીઓને લગતા રોગોનું રાહતદરે નિદાન દર મંગળવારે બપોરે 3થી 5 દરમિયાન તેમજ ગળાના કેન્સરના નિષ્ણાત દ્વારા રોગોનનું નિદાન તા.23/7ના બપોરે 3થી 5 સુધી.

લોહાણામહાજન-માધાપર

માધાપરલોહાણા સમાજના વિદ્યાર્થી�” માટે સરસ્વતી સન્માન માટે પોતાની માર્કશીટની ઝેરોક્ષ કાર્યાલય તા.30/7 સુધીમાં આપી જવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો