Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોમર્સ કોલેજમાં પૂર્વ છાત્રો સંભારણાની આપ-લે કરશે
તોલાણીકોમર્સ કોલેજના ઇતિહાસમાં પ્રથમ વખત 1993-94ની બેચના પૂર્વ વિદ્યાર્થીઓનું રિ-યુનિયન પ્રથમ વખત તા.23ના યોજવામાં આવી રહ્યું છે. શનિવારે યોજાનારા કાર્યક્રમમાં છાત્રો ભૂતકાળના સ્મરણો વાગોળશે તેની સાથે-સાથે આગેવાનો સાથે ગોષ્ઠિ પણ કરશે.
1994ની બેચના વિદ્યાર્થી અગ્રણી શંકર અડવાણીએ જણાવ્યું હતું કે, આખા દિવસનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. સવારના સમયે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. સી.બી. જાડેજા, આચાર્ય મનિષ પંડ્યા, વિદ્યાર્થી મંડળના પૂર્વ પ્રમુખ તથા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ દિનેશ ગુપ્તા ઉપરાંત પૂર્વ વિદ્યાર્થી મંડળના સભ્યો વિદ્યુત બૂચ, વિવેક મિલાક, ધનપતિ પારખ, સંદીપ દવે સહિતની હાજરીમાં કોલેજનો સ્ટાફ સાથે ચર્ચાસત્ર અને ઋણસ્વીકારનો કાર્યક્રમ યોજાશે. બપોર બાદ તમામ પૂર્વ વિદ્યાર્થીઓના પરિવાર સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.