તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ટ્રક ઓવરલોડ ભરવી નથી અને ભરવા દેશું પણ નહીં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રક ઓવરલોડ ભરવી નથી અને ભરવા દેશું પણ નહીં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંતે ટ્રક ઓનર્સ એસો.ના પ્રમુખ વરાયા : ડ્રો પદ્ધતિ યથાવત રહેશે

નખત્રાણામાંલુહાર સમાજવાડી મધ્યે પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસોસિયેશનની સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી. જેમા ઓવરલોડ અટકાવવા અને ડ્રો પદ્ધતિ ચાલુ રાખી પશ્ચિમ કચ્છના ટ્રક માલિકોનું હિત જળવાય તો કચ્છ જિલ્લા લિગ્નાઇટ ટ્રક ઓનર્સ એસોસિયેશનને પશ્ચિમ કચ્છના ટ્રક માલિકોનો ટેકો આપશે એવો નિર્ણય લેવાયો હતો.

બેઠક સંસ્થાના પ્રમુખ પ્રદ્યુમનસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં વેલજીભાઇ આહિર, અમૃતલાલ ધોળુ, ડાયાલાલ સેંઘાણી, ખેંગારભાઇ રબારી, નાનજીભાઇ નાકરાણી, ભાવેશભાઇ ગોસ્વામી, હારૂનભાઇ લુહાર મંચસ્થ રહ્યા હતા. જેમણે પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે, ટ્રાન્સપોર્ટના ધંધાને જીવીત રાખવા માટે ઓવરલોડનું દૂષણ બંધ કરવું આવશ્યક છે. દરેકને ન્યાય મળે અને દરેક ધંધો કરી શકે માટે ડ્રો પદ્ધતિ ચાલુ રહે તે જરૂરી છે. ભુજમાં સાંજે કચ્છ જિલ્લા લિગ્નાઇટ ટ્રક ઓનર્સની બેઠક મળવાની છે. જેમાં પશ્ચિમ કચ્છમાંથી વધારેમાં વધારે ટ્રક માલિકો આવે અને પોતાના હિતની રજૂઆત કરે વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

પૂર્વ અને પશ્ચિમ ટ્રક માલિકો એકઠા થયા

આગળ વધ બેટા, હું બેઠો છું...

નવઘણ આહિર પ્રમુખ બન્યા બાદ પીઠબળ સમાન સંસદીય સચિવ પિતાએ ટ્રાન્સપોર્ટ સંગઠન ક્ષેત્રે આગળ વધવાના આર્શીવાદ આપ્યા હતા.

2011માં પ્રમુખની વરણી મુદ્દે ડખો થયો હતો

2011નીસાલમાં ટાઉન હોલમાં કચ્છના ટ્રક માલિકોની સભા મળી હતી. જેમાં વાસણભાઇ આહિરે તેમના ભત્રીજાને કચ્છ જિલ્લા લિગ્નાઇટ ટ્રક એસોસિયેશનને પ્રમુખ તરીકે જાહેર કરી દીધા હતા. જેથી પ્રદ્યુમનસિંહ જાડેજા નારાજ થયા હતા અને સમગ્ર પ્રક્રિયા ખોટી રીતે થઇ હોવાનું જણાવી અલગ ચોકો પાડ્યો હતો. જેથી ટ્રક માલિકો પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લા એમ બે જૂથમાં વહેંચાઇ ગયા હતા. ત્યારબાદ 30 સભ્યોની એડહોક સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાંથી ધીરે-ધીરે સભ્યોની સંખ્યા ઓછી થવા લાગી હતી અને ટ્રક માલિકોના બે જૂથ પડવાથી ધંધો તૂટ્યો હતો. જેને બચાવવા આખરે 5 વર્ષે બન્ને જૂથ એક થયા છે.

અહીં ઉપસ્થિત ટ્રક માલિકો ડબો તોડવાની વાત કરતા હતા : નરેન્દ્ર મિરાણી

ગુજરાતટ્રક ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ વાસણભાઇ આહિરે પ્રિન્ટ મીડિયાનો ઉલ્લેખ કરી રહ્યું હતું કે, કેટલાક લોકો પ્રિન્ટ મીડિયાને ખોટી માહિતી આપે છે, જેથી પ્રિન્ટ મીડિયાએ છાપી નાખ્યું કે, ‘ડબો જાય છે.’ એમની ટકોર બાદ કચ્છ જિલ્લા લિગ્નાઇટ ટ્રક ઓપરેટર્સના મહામંત્રીએ કહ્યું હતું કે, ‘અહીં ઉપસ્થિત કેટલાક લોકો અહીં જે બોલતા હોય, તે પરંતુ મારી પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે, ડબો તોડવો જરૂરી છે. ડાયરેક્ટ ચીઠ્ઠી આપો. જોકે, ઓપરેટર્સને ડબો તૂટે કે ચાલુ રહે તેનાથી કોઇ મતલબત નથી. ઓપરેટર્સનો ઓનર્સના દરેક નિર્ણયમાં ટેકો હશે.’ તેમની વાત સાંભળી વાસણભાઇના ભત્રીજા ત્રિકમ કટાક્ષમાં હસવા લાગ્યા હતા, પરંતુ મીરાણીએ જેવું પાછળ જોયું કે, તેમણે ચહેરા ઉપર એકચિતે ગંભીરતાથી સાંભળતા હોય એવા ભાવલાવી દીધા હતા !

પશ્ચિમકચ્છના ટ્રકમાલિકો હાથ ઉંચો કરે : પ્રદ્યુમનસિંહ

પશ્ચિમકચ્છ ટ્રક માલિકો ઉપર જેમનું વર્ચસ્વ છે એવા પ્રદ્યુમનસિંહ જાડેજા મંચસ્થ હતા. તેમણે પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે, કોણ પ્રમુખ બને છે તે મારા માટે ગૌણ બાબત છે, અત્યારે મારા માટે પશ્ચિમ કચ્છના ટ્રક માલિકોને ધંધો કેમ મળી રહે તે મહત્ત્વનું છે. જેના માટે લિગ્નાઇટ પરિવહન માટે ડ્રો પદ્ધતિ ચાલુ રહે અને ઓવરલોડ અટકાવવામાં આવે તે જરૂરી છે. જે મુદ્દે સહમત હોય તેને પશ્ચિમ કચ્છના ટ્રક માલિકો સાથ સહકાર આપશે. ‘અહીં આવેલા પશ્ચિમ કચ્છના ટ્રક માલિકો હાથ ઉંચો કરે’ એમ કહી એમણે તેમના ટેકેદારોની ઉપસ્થિતિ તરફ પણ સૌનું ધ્યાન દોર્યું હતું. અલબત, ઉપસ્થિત ટ્રક માલિકોમાં તેમના ટેકેદારોની સંખ્યા 40 ટકા જેટલી હતી, પરંતુ તેમણે દ્વારા આડકતરીતે એમના મહત્ત્વને અવગણી શકાય તરફ સ્પષ્ટ ઇશારો કરી દીધો હતો.

સંસદીય સચિવના પુત્ર નવઘણ આહિરને બાગડોર સોંપાઇ : લિગ્નાઇટ વ્યવસાય બચાવવા વિરોધીઓ એક થયા

પશ્ચિમ કચ્છ ધંધા અને ન્યાય માટે એકમત

બેઠકમાંદરેક ટ્રક માલિકે ધંધા અને ન્યાય માટે લડવા તૈયારી બતાવી હતી. કચ્છ જિલ્લા લિગ્નાઇટ ટ્રક એસોસિયેશન જો પશ્ચિમ કચ્છ લિગ્નાઇટ ટ્રક એસોસિયેશનની દરેક શરત માનવા તૈયાર છે તો તેમની સાથે રહેવા સહમતી બતાવી હતી.

નખત્રાણા ખાતે મળેલી બેઠકમાં સંબોધન કરતા સંસ્થાના પ્રમુખ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો