તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધારાસભાના માજી અધ્યક્ષની પ્રતિમાની જાળવણી કરો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધારાસભાના માજી અધ્યક્ષની પ્રતિમાની જાળવણી કરો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતવિધાનસભાના માજી અધ્યક્ષ અને પ્રખર ગાંધીવાદી સ્વ. કુન્દનલાલ ધોળકિયાની ટાઉનહોલના ખૂણા પાસે મૂકેલી પ્રતિમાની આમન્યા જળવાતી હોવાથી સ્વ. કુન્દનલાલ ધોળકિયા સ્મારક સમિતિના સભ્યોએ ભુજ પાલિકાના હોદ્દેદારોને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી હતી.

સમિતિના કન્વીનર સુભાષ વોરા, અવિનાશ વૈદ્ય, પિયુષ પટ્ટણી, ચન્દ્રવદન પટ્ટણી તેમજ નરસિંહ ઘોઘારીએ પાલિકા પ્રમુખ અશોક હાથી, શૈલેન્દ્રસિંહ જાડેજા તથા ચીફ ઓફિસર ચાંડપ્પાને કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ પ્રતિમાના અનાવરણ સમયે નક્કી થયા મુજબ આમન્યા જળવાતી નથી. આસપાસની જગ્યા પર સીનીયર સિટિઝનો બેસી શકે તેવા બાંકડાની વ્યવસ્થા ગોઠવવા રજૂઆત કરાઇ છે.

પાલિકાની 29 એપ્રિલ, 2011ની સામાન્ય સભામાં નક્કી થયા મુજબ કુન્દનભાઇનું તૈલચિત્ર સભાખંડમાં મૂકવા માટે પણ પત્રમાં માગણી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો