• Gujarati News
  • National
  • લાખોંદમાં 1.25 લાખના મોબાઈલની ચોરી : CCTVની HDD પણ કાઢી ગયા

લાખોંદમાં 1.25 લાખના મોબાઈલની ચોરી : CCTVની HDD પણ કાઢી ગયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાખોંદ | ભુજ તાલુકાના લાખોંદ ગામના ત્રણ રસ્તા પાસે આવેલી મા ટેલિકોમ નામની મોબાઇલની દુકાનમાં મંગળવારે પરોઢે સવા ત્રણ વાગ્યાના અરસામાં ચોરી થઈ હતી, સાતીર તસ્કરોએ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાંથી હાર્ડ ડિસ્ક કાઢીને ચોરીને અંજામ આપ્યો હતો, દુકાનમાં રહેલા 1,32 લાખની કિંમતના મોબાઈલ ઉઠાવી જતાં ચકચાર મચી જવા પામી છે.

ચોરોએ પરોઢે 3.15 વાગ્યે દુકાન બહાર બેઠેલા ચોકીદાર દેવરાજ રાઘુભાઈ બરાડીયાને બંધક બનાવી માર માર્યો હતો, ત્યારબાદ શટરનું લોક તોડી વિવિધ કંપનીના મોબાઈલ તથા સીસીટીવી કેમેરાની હાર્ડ ડિસ્ક અને ડીવીઆર નામના ઉપકરણો ઉપાડી લઇ ગયા હતા.જેથી સમગ્ર ઘટનામાં પરદો પડી જવાનું તેમને ધાર્યું હતું.પણ પરત ફરતી વેળાએ માંડ ઘટનાસ્થળથી એક કિલોમીટર દૂર આવેલા વાલેચા ટોલગેટના સીસીટીવીમાં રાત્રીના ત્રણ વખત નંબરપ્લેટ વિનાના રિક્ષાએ આવ-જા કરતા પોલીસે પ્રબળ શંકાના આધારે આરોપીને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.લાખોંદના હિતેશ આવળદાન ગઢવીએ અજાણ્યા પાંચ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં સેમસંગ કંપનીના 1,18,000 ના મોબાઈલ, રૂપિયા 8000 ની કિંમતનું ડીવીઆર અને 6000 ની કિંમતની સીસીટીવીની સ્ટોરેજ હાર્ડડિસ્ક સહીત કુલ 1,32,000 ની ચોરીની ફરિયાદ નોંધાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...