• Gujarati News
  • National
  • ટ્રાફિક પોલીસે છાત્રોને ટ્રાફિક અવરનેશની સમજ આપી

ટ્રાફિક પોલીસે છાત્રોને ટ્રાફિક અવરનેશની સમજ આપી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમ કચ્છ ટ્રાફિક પોલીસના ટ્રાફિક અવરનેશ પોગ્રમ અંતર્ગત ભુજની ચાણ્યક્ય સ્કુલના છાત્રોએ મંગળવારે ટ્રાફિક પોલીસ ઓફિસની મુલાકાત લીધી હતી, 100 જેટલા છાત્રોને ટ્રાફિક અવરનેશ બાબતની જાણકારી ટ્રાફિક નિયમોનું પાલન કઇ રીતે કરવું અને પોલીસ દ્વરા લેવામાં આવતા સાધનો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

માર્ગ અકસ્માત નિવારવા માટે જિલ્લા ટ્રાફિકના સલામતિ સપ્તાહ ઉજવણીના તાજેતરમાં વિવિધ કાર્યક્રમો જિલ્લા ટ્રાફિક અને આરટીઓ કચેરી દ્વરા હાથ ધરવામાં આવ્યા હતા, દરમિયાન મંગળવારે જિલ્લા ટ્રાફિક પોલીસની કચેરીમાં ચાણક્ય સ્કુલમાં અભ્યાસ કરતા અંદાજીત 100 જેટલા વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી, આ તમામ છાત્રોને ટ્રાફિક અવરનેશન બાબતે ડ્રાફિક પોલીસ ટ્રાફિકના નિયમોની જાણકારી આપવામાં આવી હતી, તેમજ ટ્રાફિક નિયમો અને પોલીસ દ્વારા લેવામાં આવતા સાધનો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા, કઇ કઇ બેદરકારીઓ દાખવવાને કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે, તેમજ વાહન ચલાવતી વખતે સેફટીના સાધનોનો ઉપયોગ કરવો જોઇએ અન્યથા પોતાની અને અન્યની જીંદગી જોખમમાં મુકાય છે, તેવી સવિસ્તાર પોલીસ સ્ટાફ દ્વારા સ્કુલના બાળકોને સમજ આપવામાં આવી હતી તેવું જિલ્લા ટ્રાફિક પીએસઆઇ જે.એમ.જોડેજાની યાદીમાં જણાવાયું હતું.