• Gujarati News
  • National
  • લેર પાસેની કંપનીની લોકસુનાવણીમાં પ્રદુષણ સહિતના વિવિધ મુદા છવાયા

લેર પાસેની કંપનીની લોકસુનાવણીમાં પ્રદુષણ સહિતના વિવિધ મુદા છવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ તાલુકાના લેર ગામ પાસે ગામે આવેલ આશાપુરા પર્ફોકલે કંપનીએ તેના પ્લાન્ટની ક્ષમતા વધારવાનો નિર્ણય કર્યો છે. જેની મંગળવારે લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતુ઼. આ લોક સુનાવણીમાં કંપની દ્વારા સમગ્ર વિસ્તારમાં ફેલાવાતા પ્રદુષણ ઉપરાંત પાણીના ગેરકાયદે બોર સહિતના મુદે આસપાસના ગ્રામજનોએ ઉગ્ર રજુઆત કરી હતી.

કંપની હાલે બ્લીચીંગ કલેનું 12000 મેટ્રીક ટનનું ઉત્પાદન કરી રહી છે જેને 16000 મેટ્રિક ટન સુધી વધારવાનું આયોજન ઘડયું છે. કલેકટર રેમ્યા મોહન અને જીપીસીબીના અધિકારીઓની ઉપસ્થિતીમાં કંપનીએ પોતાનું પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું. શરૂઆતમાં પર્યાવરણ બાબતે કંપની દ્વારા લેવાતી કાળજીનો પ્રેઝનટેશન રજુ કરવામાં આવ્યું હતું. ભુજ તાલુકા પંચાયતના સદસ્ય રાજેશ ખુગલાએ વાવાડી ખાતે બનાવેલ ગેરકાયદે ટયુબવેલ ઉપરાંત ઘન કચરાનો નિકાલ, રોજગારી પ્રશ્નો અને પર્યાવરણને કંપની દ્વારા થતા નુકશાન બાબતે રજુઆત કરી વિરોધ નોંધાવ્યો હતો. વધુમાં અા પ્લાન્ટના કારણે માધાપરના પાણીમાં ટીડીએસનું પ્રમાણ વધ્યું હોવા સાથે ધાણેટી નજીક વેસ્ટ માટી ઠાલવી કુદરતી નાળાનું પુરાણ કરાઇ રહ્યાની રજુઅાત કરી હતી.

માધાપર જુનાવાસના પૂર્વ ઉપસરપંચ રમેશ આહિરે કંપનીને પાણી આપવાના કારણે ભૂગર્ભ જળનું સ્તર નીચું જઇ રહયું હોવાની રજૂઆત કરી વિરોધ દર્શાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...