• Gujarati News
  • National
  • મેઘપરમાં ગરીબ 100 મહિલાને પ્રેશર કુકરનું વિતરણ કરાયું

મેઘપરમાં ગરીબ 100 મહિલાને પ્રેશર કુકરનું વિતરણ કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખપતતાલુકાના મેઘપર ગામે માતૃધારા સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા પશ્ચિમ કચ્છ એસપી તથા તેમના ધર્મપત્નિના હસ્તે 100 જેટલી મહિલાઓને પ્રેશર કુકર આપવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

મેઘપરમાં પ્રાથમિક શાળાનાં પ્રાગણમાં યોજાયેલા કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરતા પશ્ચિમ કચ્છના એસપી મકરંદ ચૌહાણ તથા તેમના પત્નિ નિધીબેન ચૌહાણે જણાવ્યું હતું કે અંતરીયાળ વિસ્તારમાં રહેતી નબળી પરિસ્થિતીની મહિલાઓને પોતાની સંસ્થાના માધ્યમથી સ્વ-ખર્ચે પ્રેશર કુકર આપવામાં આવ્યા છે, જેનો ઉપયોગ ગૃહિણીઓને કરવા જણાવ્યું હતું તેની સાથે ઉપસ્થિતોને એસપીએ જણાવ્યું હતું કે છેવાળાના આવા ગામમોમાં સ્થાનિક લોકો દ્વારા રમત-ગમતના કાર્યક્રમો તેમજ સામાજિક કે ધાર્મિક કાર્યક્રમો હિન્દુ-મુસ્લીમો સાથે મળીને ઉજવવામાં આવે તો તેવા પ્રસંગોમાં પોતે હાજરી આપવાની ખાત્રી આપી હતી, તે સાથે તેમના વિસ્તારોમાં દારૂનું વહેચાણ કે કોઇ ગેર પ્રવૃતિઓ થતી હોય તો સ્થાનિક પોલીસનું ધ્યાન દોરવા સુચન કર્યું હતું.

કાર્યક્રમમાં મેઘપર, અમીયા, હરોડા, જુણાચાય, સહિતના ગામોની 100 જેટલી મહિલાઓને પ્રેશર કુકરનું વિતરણ કરવમાં આવ્યુ હતું, એસપીના પત્નિ નિધિબેન ચૌહાણનું ગામની મહિલાઓ દ્વારા કચ્છ ભરત ભરેલી થેલી આપીને સન્માન કરવામાં આવ્યું હતું, કાર્યક્રમમાં ગામના સરપંચ તાલબભાઇ જત, ઉપસરપંચ હુસેન મંધરા, દયાપર તેમજ નરા પોલીસ મથકના પીએસઆઇ જેએમ જાડેજા, ડી બી મજેઠીયા સહિતના લોકો ઉપસ્થિત રહયા હતા, આયોજનની વ્યવસ્થા રમેશ બલિયા, હર્ષદભાઇ જોષી, બીજલ ભીમા રબારી, લખમશી શાહ, તેમજ સંદિકપ જોષીએ સંભાળી હતી, સંચાલન રમેશ જી બલિયાએ કર્યું હતું, આભાર વિધી ઉર્મિલાબેન જોષીએ કરી હતી, કાર્યક્રમમાં મેઘપર, અમીયા, હરોડા સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

ગ્રામીણ મહિલાઓને સહાય

પ. કચ્છના પોલીસ વડાના માતૃધારા સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા

અન્ય સમાચારો પણ છે...