• Gujarati News
  • National
  • વહેણના ઢાંકણા ખોલી દુકાનદારો ઠાલવે છે ગંદકી

વહેણના ઢાંકણા ખોલી દુકાનદારો ઠાલવે છે ગંદકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંએસ. ટી. બસ સ્ટેશન પાસે વરસાદી પાણીને દેશલસર તળાવ પાસે લઇ જતા વહેણ છે, જેમાં આસપાસના દુકાનદારો ઢાંકણા ખોલી ગંદકી ઠાલવી રહ્યા છે. પરંતુ, નગરપાલિકાના દ્વારા કોઇ કાર્યવાહી કરાતી નથી, જેથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે.

શહેરના એસ. ટી. બસ સ્ટેશનને ઘેરી લેતી પાલિકાની માલિકીની દુકાનો આવેલી છે, જે ભાડાપટ્ટાના કરારથી આપી દેવાઇ છે. જેના કબજેદારોએ અંડરગ્રાઉન્ડ અને ઉપરના ભાગે ગેરકાયદે બાંધકામ કરી દીધા છે, જેમાં ખાણીપીણીની દુકાનો અને હોટલો બની ગઇ છે. ફૂટપાથ ઉપર પણ ખાણીપીણીની લારીવાળા પથરાઇ ગયા છે. જે વિસ્તારમાં રોડની વચ્ચેથી વરસાદી પાણીને દેશલસર તળાવમાં જતો વહેણ છે, જેમાં કચરો ભરાઇ જાય તો ચોમાસામાં પાણીનો નિકાલ થતો નથી અને માર્ગો ઉપર ગોઠણભેર પાણી ભરાઇ જાય છે, જેથી સુધરાઇ દ્વારા વહેણને સિમેન્ટના ભારેખમ ઢાંકણાથી ઢાંકી દેવાયું છે. પરંતુ, દુકાનદારો વહેણના ઢાંકણા ખોલી તેની અંદર કચરો અને ગંદકી ઠાલવી દે છે, જેથી વહેણમાંથી માથું ફાડી નાખતી દુર્ગંધ આવી રહી છે. બીજું, વરસાદી પાણીના નિકાલમાં પણ રૂકાવટ સર્જાય છે, જેથી ચોમાસામાં લોકોને ભારે હાલાકી સહન કરવી પડે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પાલિકાની સેનિટેશન શાખામાં વોર્ડર, સુપરવાઇઝર અને ચીફ સેનિટેશન ઇન્સ્પેકટર સહીતની કેડર છે. જેનું કામ શહેરની સ્વચ્છતા જાળવવા નિરીક્ષણ કરવાનું છે. પરંતુ, વોર્ડર સુપરવાઇઝરને રિપોર્ટ કરવાની તસદી લેતા નથી અને સુપરવાઇઝર પુછાણું લેતા નથી, જેથી ચીફ સેનિટેશન ઇન્સ્પેકટર સફાઇ માટે કામદારો મોકલતા નથી.

પાલિકાના વોર્ડર્સ રોજેરોજ રિપોર્ટ કરતા હોવાથી કોઇ કાર્યવાહી થતી નથી

ભુજમાં બસ સ્ટેશન સામે

અન્ય સમાચારો પણ છે...