• Gujarati News
  • National
  • માધાપરના ટેક્સ કન્સ્લટન્ટ સાથે 80 હજારની છેતરપીંડી

માધાપરના ટેક્સ કન્સ્લટન્ટ સાથે 80 હજારની છેતરપીંડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના માધાપર ગામે રહેતા અને ટેક્સ કન્સ્લ્ટન્ટનો વ્યવસાય કરતા યુવાનએ અજાણ્યા ફોન કોલરને ભૂલથી પોતાનો ઓટીપી નંબર આપી દેતા તેમના એકાઉન્ટમાંથી 80,000 ઉપાડી ઉપડી ગયા હતા ભોગ બનનાર પોલીસ મથક સુધી પહોંચ્યા હતા પરંતુ ફરિયાદ નોંધાવી હતી.

અવાર નવા બેન્કના મેનેજરના નામે આવતા અજાણ્યા ફોનથી અનેક લોકો ફેતરાઇને પોતાના પાસવર્ડ નંબર આપી દે છે અને મોટી રકમ તેમના ખાતામાંથી ઉપડી જતી કિસ્સાઓ બને છે, આવા સાબર ક્રાઇમનો શિકાર બનતા લોકોને સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાગૃત રહેવા અને પોતની કોઇ ગુપ્ત માહિતી આપવા અંગે જણાવામાં આવે છે, તેમ છેતા ગામડાના લોકો ભૂલ કરી બેસે છે અને પોલીસમાં ફરિયાદ નોંધાવે છે, જો કે હજુ સુધી આવા ધૂતારાઓ પોલીસ પકડમાં આવ્યા નથી, મોટે ભાગે આંધ્રપ્રદેશ,ઉતરપ્રદેશમાંથી આવા ફોન આવતા હોવાનું જાણવા મળ્યું છે,આવા એક ધૂતારા ફોન કોલરનો શિકાર માધાપર ખાતે રહેતા એક ભૂડીયા સરનેમધારી કન્સ્લટન્ટના વ્યાવસાય સાથે સંકડાયલા યુવાનને કળવો અનુભવ થયો હતો, અજાણ્યા ફોનમાં બેન્કમાંથી બોલુ છુ તેવું કહિ તેમનું ખાતુ બંધ થઇ જાશે વગેરે જેવી વાતોથી વ્યક્તિને ગભરાવી દઇ તેમની પાસેથી ઓટીપી નંબર કઢાવી લીધા બાદ તેમના ખાતામાંથી 80,000 ઉપાડી લીધા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું, છેતરાઇ ગયાનો આભાસ થતા પટેલ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ માટે પહોંચ્યા હતા પરંતુ પોલીસ દ્વારા સામન્ય પુછતાછ કરતા તેમણે શરમ અનુભવી હોય કે કેમ પણ ફરિયાદ નોંધાવ્યા વગર પરત ચાલ્યા ગયા હતા.

અજાણ્યા કોલરને ઓટીપી પાસવર્ડ આપી દેતા ખાતામાંથી રકમ ઉપડી ગઇ

અન્ય સમાચારો પણ છે...