• Gujarati News
  • National
  • માધાપરમાં વિદેશી શરાબના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

માધાપરમાં વિદેશી શરાબના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના માધાપરનવાવાસમાં આવેલી પિન્ક સીટીમાં બાતમીના આધારે બુધવારે સાંજે દરોડો પાડ્યો હતો રહેણાકના મકાન અને કારમાં રાખેલા ઇગ્લીશ દારૂ જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે માંડવી તાલુકાના નાની ખાખર ગામની વાડીમાં ભઠ્ઠી પર છાપો મારીને તૈયાર દારૂ તથા આથા સાથે આરોપીની ધરપકડ કરી લીધી હતી.

વસીમ હસનઅલી યમની (32)નાં રહેણાંક મકાન અને વેગન આર કાર જી.જે.12 સીબી 7305માંથી બાતમીના આધારે ભુજ બી ડિવિઝન પોલીસે છાપો મારીને 14,700ની ઈંગ્લિશ દારૂની 42 બોટલ સાથે વસીમને ઝડપી લીધો હતો તેના કબજામાંથી 4,000નો એક મોબાઈલ તેમજ ત્રણ લાખની કાર સહિત 3.17,700નો મુદામાલ કબજે કર્યો હતો, પોલીસે આરોપી વિરૂધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે તો માંડવી તાલુકાના નાની ખાખર ગામે રહેતા પૃથ્વીરાજસિંહ ઉર્ફે પથુભા દિલુભા જાડેજા (ઉ.વ.46)ની વાડીમાં દરોડો પાડીને 400ની કિમતનો તૈયાર દારૂ અને 200 લીટર દારૂ બનાવવાનો આથો તેમજ સાધનો સહિત 600ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...