• Gujarati News
  • National
  • આજે શાળાઓમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવશે

આજે શાળાઓમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાંમધ્યમથી ભારે વરસાદની આગાહીના પગલે 25મીથી 27 જુલાઇ સુધી શાળા અને કોલેજોમાં રજા રાખવામાં આવી હતી, પરંતુ હવે ભયજનક હોવાથી અાજથી સ્કૂલો રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે, અલબત્ત શાળાના આચાર્યો અને સંચાલકો જરુરત જણાય તો પોતાની મુનસફીથી નિર્ણય લઇ શકશે.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદના પટલે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું અને જાનમાલને ભારે નુકશાની પણ વેઠવી પડી હતી હતી. જે બાદ કચ્છ જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાત સરકારે કલેકટરને પરિસ્થિતિ મુજબ નિર્ણય લઇ શાળા કોલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાના નિર્ણય લેવા સૂચના આપી હતી, જેથી છેલ્લા ત્રણ દિવસથી શાળા કોલેજોમાં તકેદારી રૂપે શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું, પરંતુ આજથી શાળા કોલેજનોમાં પુન: રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય શરૂ થઇ જશે. ડીઇઓ મધુકાંત આચાર્ય અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી. આર. જરગેલાએ જણાવ્યું હતું કે, કલેકટરના આદેશ મુજબ હાલ વરસાદી જળ હોનારતના ભય જેવું હોવાથી શાળા કોલેજો ખુલ્લી રાખવાની છે. જરૂર જણાય તો સ્થાનિક પરિસ્થિતિ મુજબ આચાર્ય અને સંચાલકોને શૈક્ષણિક કાર્ય બંધ રાખવું કે ચાલુ તેનો નિર્ણય લેવાની છૂટ અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...