• Gujarati News
  • National
  • માનકૂવામાં એકજ પરિવારમાં જૂની આદાવતમાં મારામારી

માનકૂવામાં એકજ પરિવારમાં જૂની આદાવતમાં મારામારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માનકૂવામાંએક પરિવાર વચ્ચે મારા મારી થતાં એક કિશોર સહિત 6 જણાને ઇજા પહોંચી હતી તો લોડાઇ ગામે ઝગડો થતા પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

માનકુવાના સાદુરાઇ વિસ્તારમાં જુની અદાવતના કારણે પાઇપ અને અને પથ્થરમારાના બનાવમાં ધનજી વેલજી જોગી (ઉ.વ.55), જેન્તી ધનજી જોગી (ઉ.વ.18), કિશન બાબુ જોગી (ઉ.વ.28) તથા મારામારી દરમિયાન ફળીયામાં પોતાના નાનાના ઘેર ઢોલ લેવા આવેલાં 13 વર્ષિય મહેશ જેઠાલાલ જોગી નામના કિશોરને માથામાં પથ્થર વાગતાં ઇજાઓ પહોંચી હતી, જ્યારે બીજા પક્ષે રમેશ જોગી અને પ્રેમજી જોગી નામના બે યુવકો ઘાયલ થતાં તમામને જનરલ હોસ્પિટલ ખસેડાયાં હતા, માનકૂવા પોલીસ મથકે હુમલો કરવા સબબ ધનજીભાઇની ફરિયાદ પરથી પ્રેમજી, હરેશ, રમેશ અરજણ, ભરત જોગી, જેઠા નારણ જોગી અને અરજણ કરશન જોગી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે જ્યારે બીજી તરફ ભુજ તાલુકાના લોડાઈમાં રસ્તા પર ચાલવાની નજીવી બાબતે ફકુ સુમાર કોલી અને સુમાર મેઘા કોલી નામના બે યુવકે ભરત કોલી નામના યુવક સાથે ઝઘડો કરી છાતીમાં ડાબી બાજુ છરી મારી દેતાં તેને જનરલ હોસ્પિટલે ખસેડાયો છે. તો, સામે ફકુ સુમાર કોલી, સુમાર મેઘા કોલી, રહીમાબેન સુમાર કોલી, અજીબેન ફકુ કોલીએ ભરત કોલી અને મીઠુ કોલી શખ્સોએ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...