• Gujarati News
  • National
  • વોટર બ્રાન્ચના કર્મીઓને લઘુતમ વેતન નહીં તો કામથી અળગા થશે

વોટર બ્રાન્ચના કર્મીઓને લઘુતમ વેતન નહીં તો કામથી અળગા થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાનીવોટર સપ્લાય બ્રાન્ચના વાલમેન અને ઓપરેટરને લઘુતમ વેતન આપવામાં નહી આવે તો 10 દિવસ બાદ કામથી અળગા થવાની મુખ્ય અધિકારીને લેખિતમાં જાણ કરી હતી.

ગુરુવારના રવિન્દ્ર સિસોદિયા, દાઉદ જુણેજા, દિપક ઠાકર સહીતના 17 જેટલા વાલમેન અને ઓપરેટરોએ મુખ્ય અધિકારીને લઘુતમ વેતન ચૂકવવા લેખિતમાં રજુઆત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે, વાલમેન અને ઓપરેટરને માસિક 5200 વેતન ચૂકવવામાં આવે છે. જે પરવડતો નથી. કારમી મોંઘવારીમાં નજીવા વેતનથી કુટુંબનું ભરણપોષણ થતું નથી. બીજી બાજું, સરકારની સૂચના મુજબ તમામ કર્મચારીઓને ધારાધોરણ મુજબ લઘુતમ વેતન મળવું જોઇએ. એવું ઠરાવાયું છે, જેથી 10 દિવસમાં સરકારી ધારાધોરણ મુજબ લઘુતમ વેતન ચૂકવવાનો નિર્ણય નહી લેવાય તો નાછૂટકે કામથી અળગા થવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાનુશાલીનગર પાસે ગટરની કામગીરી દરમિયાન પાણીની લાઇન તૂટી જવાથી ગટર મિશ્રિત પાણી આવવા લાગ્યું હતું, જેથી 2 ઇજનેરોને છૂટા કરી દેવામાં આવ્યા છે જે દરમિયાન વાલમેન અને ઓપરેટર કામથી અળગા થવાનો નિર્ણય જાહેર કર્યો હોવાથી વોટર સપ્લાય બ્રાન્ચની સેવાઓ ઉપર વિપરીત અસર પડી શકે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...