તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભીમાસર (ભુ) અને ગાગોદર બેઠકના સભ્યોએ રાજીનામા આપ્યા બાદ વિપક્ષીનેતાનું નિવેદન

ભીમાસર (ભુ) અને ગાગોદર બેઠકના સભ્યોએ રાજીનામા આપ્યા બાદ વિપક્ષીનેતાનું નિવેદન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા પંચાયતમાં ભીમાસર (ભુ) અને ગાગોદર બેઠકના સદસ્યોએ બેઠક ઉપરથી પક્ષને રાજીનામું ધરી દીધા બાદ વિપક્ષી નેતા વી. કે. હુંબલે નિવેદન આપ્યું છે કે, ‘જિલ્લા પંચાયતના શાસક ભારતીય જનતા પક્ષના સિનિયર સભ્યોએ સૂચવેલા કામો મંજુર થયા ન હતા, જેથી તેમણે પક્ષને પોતપોતાની બેઠક ઉપરથી રાજીનામું ધરી દીધું છે.’ ભાજપમાં ઉકળતો ચરુ છે. જે ક્યારેય પણ ફાટી નીકળે તેમ છે. આ તો હજુ ટ્રેલર છે, પૂરું પિકચર હજુ બાકી છે.

વિપક્ષીનેતા હુંબલે વધુમાં કહ્યું હતું કે, સિનિયર સભ્ય કરશનભાઈ મંજેરીએ જાહેરમાં નિવેદન આપ્યું છે કે, ‘તેમના વિસ્તારના 50 જેટલા તળાવોના કામો સૂચવ્યા હતા, જેમાંથી એક પણ તળાવ મંજુર થયું નથી.’ જેના પડઘારૂપે રાજીનામા પડ્યા છે. અત્યારે ભાજપ શાસિત તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં ચૂંટાયેલા સભ્યોમાં ભારે આક્રોશ વ્યાપી રહ્યો છે. જે ભાજપને ભારે પડશે. ભાજપના શિસ્તબદ્ધ પક્ષના દાવાના જાહેરમાં ધજાગરા થઈ રહ્યા છે. ગમે ત્યારે દાવાનળ ફાટી નીકળે તેમ છે. કેમ કે, જિલ્લા ભાજપના પ્રમુખે જિલ્લા પંચાયતના સભ્યોના રાજીનામા બાબતે પ્રતિભાવ આપતા કહ્યું છે કે, ‘સભ્યોએ રાજીનામા આપવા હોય તો સંગઠનને નહી, પરંતુ જિલ્લા પંચાયતને આપવા જોઈએ. રાજીનામા મંજુર કરવાનો અધિકાર જિલ્લા પંચાયતને છે.’ આવો પ્રતિભાવ બતાવે છે કે, ભાજપને કેટલો અહંકાર છે.

‘જિ. પં.માં શાસક પક્ષના 2 સદસ્યોના રાજીનામા ટ્રેલર, પિકચર હજુ બાકી છે’
અન્ય સમાચારો પણ છે...