તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • તુણામાં પંચાયતઘરનું ખાતમુહૂર્ત ગુર્જર સમાજની વાડીનું લોકાર્પણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તુણામાં પંચાયતઘરનું ખાતમુહૂર્ત ગુર્જર સમાજની વાડીનું લોકાર્પણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંજારનાતુણા ખાતે સોમવારે 18 લાખના ખર્ચે તુણા પંચાયતઘરના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, તો ગામમાં સાંસદની ગ્રાન્ટમાંથી બનેલી ગુર્જર સમાજવાડીનું લોકાર્પણ સાંસદ વિનોદ ચાવડા અને સંસદીય સચિવ વાસણ આહિરના હસ્તે યોજવામાં આવ્યું હતું.

તુણા ખાતે સોમવારે રૂપિયા 18 લાખના ખર્ચે તુણા વંડીના પંચાયતના મકાનનું શાસ્ત્રોક્તવિધિ સાથે સચિવ વાસણ આહિરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે તુણામાં સાંસદની ગ્રાન્ટ અને લોકફાળા સાથે બનેલી ગુર્જર સમાજની વાડીનું લોકાર્પણ સાંસદ વિનોદ ચાવડાના હસ્તે કરાયું હતું. પ્રસંગે સંસદીય સચિવે તુણાનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો હોવાનું ગૌરવભેર જણાવ્યું હતું. આગામી સમયમાં તુણા પોર્ટ અને ગામ વિકાસના ઉંચા શિખરો પાર કરશે, તેવો આત્મવિશ્વાસ સચિવે વ્યક્ત કર્યો હતો. કચ્છ અને મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ પ્રસંગે જણાવ્યું હતું કે, તુણા બંદરના વિકાસની હરણફાળ પ્રેરણારૂપ બની રહેશે. ચાવડાએ સામાજિક સમરસતાને બિરદાવી અન્ય સમાજોની સમાજવાડીઓની માગણી પણ ક્રમશ સંતોષવાની તૈયારી બતાવી હતી. પ્રસંગે ભાજપ મહામંત્રી કાના શેઠ, અંજાર એપીએમસીના વેલાભાઇ ઝરુ, અશોક મહેશ્વરી, પૂર્વ સાંસદ ઉષાબેન ઠક્કર, તાલુકા પંચાયત સભ્ય ગોવિંદ ડાંગર, બબાભાઇ બલાસરા, માથક ગામના સરપંચ મહેશ ડાંગર, વીરા ગામના સરપંચ બાબુભાઇ બોરીચા, દિનેશ મકવાણા, ભરત ગુર્જર, શૈલેશ પટેલ જોડાયા હતા.

ખાતમુહૂર્ત કરતા લોકપ્રતિનિધિઓ

તુણા બંદરના વિકાસની હરણફાળ પ્રેરણારૂપ બની રહેશે : સાંસદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો