તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લેર, બિદડા, તલવાણાના દેશી દારૂના ચાર દરોડા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેર, બિદડા, તલવાણાના દેશી દારૂના ચાર દરોડા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પશ્ચિમકચ્છ પોલીસે તાલુકાના લેર ગામની સીમ તથા માંડવી તાલુકાના બિદડા તથા તલવાણા ગામ સહિત ચાર દેશી દારૂના ધંધાર્થીઓ પર દરોડો પાડ્યો હતો, જેમાં 650 લિટર આથો (કિ 1500) તથા 166 દેશી દારૂની કોથળીઓ (કિં 3320) સહિત 4820નો મુદામાલ જપ્ત કર્યો હતો. દરોડા દરમિયાન એક આરોપી પકડાયો હતો, જ્યારે ત્રણ નાસી જવામાં સફળ રહ્યા હતા.

ભુજના લેરની સીમમાં જીઇબીના સબ સ્ટેશન પાસેના હનુમાન મંદિર નજીકની બાવળની ઝાડીમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર એલસીબીએ દરોડો પાડી દેશી દારૂ બનાવવાનો આથો 600 લિટર (1200) તથા સાધનો (50) સહિત 1250નો મુદામાલ કબજે કર્યો હતો. રેડ દરમિયાન માધાપરનો રહેવાસી ભઠ્ઠીનો સંચાલક રમેશ ઇસા કોલી પોલીસને જોઇ નાસી છૂટ્યો હતો, જ્યારે માંડવી તાલુકાના બિદડા ગામના સંઘાર ફળિયા આવેલા શિવજી કેસર સંઘારના મકાનના ચોકમાં પોલીસે છાપો મારી દેશી દારૂની કોથળી 20 નંગ (400) કબજે કરી હતી, જ્યારે આરોપી નાસી છૂટ્યો હતો, તો બિદડા ગામના રામજી કલ્યાણ સંઘારની વાડી પાસેથી પોલીસે દેશીદારૂની 146 કોથળીઓ (2920) કબજે લઇ આરોપી મોહન ઉર્ફે મનુ નારાણ જોગીને પકડી લીધો હતો, જ્યારે મુખ્ય આરોપી રામજી ક્લયાણ સંઘાર ફરાર થઇ ગયો હતો, જ્યારે માંડવી તાલુકાના તલવાણા ગામે રેડ પાડી દેશી દારૂ બનાવવાનો આથો 50 લિટર કબજે કર્યો હતો, જેમાં આરોપી રણજીતસિંહ બળવંતસિંહ ઝાલા પોલીસને ચકમો દઇ છૂ થઇ ગયો હતો.

650 લિટર આથો,166 થેલી સાથે 1 પકડાયો, 3 ફરાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો