તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ફાગણમાં પ્રખર તાપ : ભુજ, નલિયા, રાજકોટ સૌથી ગરમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાગણમાં પ્રખર તાપ : ભુજ, નલિયા, રાજકોટ સૌથી ગરમ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફાગણમાસ ચાલી રહ્યો છે. ચૈત્ર શરૂ થવાને હજુ સપ્તાહ બાકી છે, ત્યારે સૂર્યનો પ્રખર તાપ શરૂ થતાં આગામી ઉનાળો કાળઝાળ બને તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.

ભુજમાં પારો ત્રણ ડિગ્રી ઉંચકાઈને સોમવારે 38.8 પર પહોંચી જતાં શહેરીજનોએ અકળામણ અનુભવી હતી. સવારે તથા સાંજે ભેજના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થતાં હવામાન ગરમ અને સૂકું રહ્યું હતું. રાજ્યમાં સર્વાધિક ઉષ્ણતામાન ભુજમાં નોંધાયું હતું, તો નલિયા અને રાજકોટ 37.6 ડિગ્રી સાથે બીજા સ્થાને રહ્યા હતા. નલિયામાં લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી રહેતાં ભારે વિષમતા વર્તાઈ હતી. કંડલા પોર્ટમાં મહત્તમ તાપમાન 36.7 અને માંડવીમાં 32.5 ડિગ્રી રહ્યું હતું. ભુજની હવામાન કચેરીએ સપ્તાહ દરમિયાન શહેરનું તાપમાન 35 ડિગ્રી રહેવાની કરેલી આગાહીમાં સોમવારે ફેરફાર સાથે એવી શક્યતા બતાવી હતી કે, આગામી 6 દિવસ દરમિયાન પારો 37થી 38 ડિગ્રી રહેશે. રાતનું તાપમાન પણ એકાદ-બે ડિગ્રી ઉચું જશે.

ભુજ 38.8

નલિયા 37.6

રાજકોટ 37.6

અમરેલી 37.2

સુરેન્દ્રનગર 37.0

વિદ્યાનગર 36.8

કંડલા એરપોર્ટ 36.7

ગાંધીનગર 36.5

ક્યાં કેટલી ગરમી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો