• Gujarati News
  • National
  • ભુજ |લખપત તાલુકાના દયાપરમાં ગામથી દૂર પશુઓના વાડામાં કૌશલ્યવર્ધન તાલીમ

ભુજ |લખપત તાલુકાના દયાપરમાં ગામથી દૂર પશુઓના વાડામાં કૌશલ્યવર્ધન તાલીમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |લખપત તાલુકાના દયાપરમાં ગામથી દૂર પશુઓના વાડામાં કૌશલ્યવર્ધન તાલીમ કેન્દ્ર શરૂ કરીને ઉંચા મકાન ભાડું દર્શાવવા સાથે ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો આક્ષેપ કરાયો છે. તળાવની આવ નજીક પશુઓ બાંધવાના વાડામાં એક રાજકીય આગેવાનના ઘરમાં તાલીમ કેન્દ્ર મંજૂર કરાયું છે. જગ્યા યોગ્ય અને ઉચ્ચ ભાડું ચૂકવવા પાત્ર છે તેવું પ્રમાણપત્ર રજૂ કરીને રાજકીય આગેવાન પતરાવાળા શેડનું મસમોટું ભાડું વસૂલી રહ્યા છે. સરકાર દ્વારા આવા કેન્દ્ર શરૂ કરવા માટે ચોક્કસ ધારાધોરણો નક્કી કરાયા છે, જેનું ઉલ્લંઘન કરીને ભાડું લેવાઇ રહ્યું છે તેવો આક્ષેપ લખપત તાલુકા કોંગ્રેસ પંચાયત સેલના પ્રમુખ જુજારદાન ગઢવીએ કરતાં તપાસ થાય તેવી માગ કરી છે.

દયાપરના કૌશલ્યવર્ધન કેન્દ્રમાં ભાડાના નામે ભ્રષ્ટાચારનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...