• Gujarati News
  • National
  • ભુજ |રાજ્યની આરટીઓ કચેરીમાં બદલી અને ચાર્જ વ્યવસ્થાના હુકમોમાં 10

ભુજ |રાજ્યની આરટીઓ કચેરીમાં બદલી અને ચાર્જ વ્યવસ્થાના હુકમોમાં 10

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |રાજ્યની આરટીઓ કચેરીમાં બદલી અને ચાર્જ વ્યવસ્થાના હુકમોમાં 10 અધિકારીની આંતરીક બદલી કરવામાં અાવી છે, જેમાં ભુજમાંથી બે એઆરટીઓ બદલાયા છે અને તેમના સ્થાને નવા અધિકારીઓ આવ્યા છે. ભુજ આરટીઓ કચેરીના એઆરટીઓ બી.એમ. સોલંકીને અમરેલી અને કે.પી. પોકિયાને ભરૂચ મુકાયા છે. જ્યારે અમરેલીના એઆરટીઓ વિજય ચૌહાણને ભુજ કચેરીમાં એઆરટીઓના વધારાના ચાર્જ સાથે મુકવામાં આવ્યા છે. વડોદરાના આર.એમ. ચૌધીરીની પણ વધારાના ચાર્જ સાથે ભુજ બદલી કરાઇ છે. બદલીઓ તાત્કાલીક અસરથી કરવામાં આવી છે.

ભુજમાંથી બે એઆરટીઓ બદલાયા

અન્ય સમાચારો પણ છે...