• Gujarati News
  • National
  • બાજ ખેડાવાળ બ્રાહ્મણના કચ્છ ડિવિઝનનું કાલે શ્રાવણી પર્વ

બાજ ખેડાવાળ બ્રાહ્મણના કચ્છ ડિવિઝનનું કાલે શ્રાવણી પર્વ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રબાજ ખેડાવાળા બ્રાહ્મણ ઉત્કર્ષ મંડળના કચ્છ ડિવિઝન દ્વારા કચ્છમાં વસતા જ્ઞાતિબંદુઓ માટે દર વર્ષની માફક 30 જુલાઇ રવિવારે શ્રાવણી પર્વનું આયોજન કરાયું છે.

રવિવારે સવારે 9:30 કલાકથી શરૂ થનારા કાર્યક્રમોનું બપોરે 1 કલાકે ભોજન સમારંભ સાથે સમાપન થશે. દરમિયાન, 10 વાગ્યે શ્રાવણી પર્વની મીટિંગ અને દાતાનું સન્માન, 10:30 કલાકે પ્રમુખનું પ્રવચન, 10:45 મનોરંજન કાર્યક્રમ યોજાશે. આરતીની થાળી સ્પર્ધા, બહેનો માટે મહેંદી સ્પર્ધા, દુહા-છંદ અને શ્લોક સ્પર્ધા તેમજ બાળકો, બહેનો અને પરિવાર માટે રમત ગમતનું પણ આયોજન થયુ છે પછી બપોરે એક વાગયે ભોજન સમારંભ રખાયો છે.

સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળા બ્રાહ્મણ ઉત્કર્ષ મંડળ-કચ્છ ડિવિઝનના પ્રમુખ મહેશભાઇ જોષી, સેક્રેટરી સંજયભાઇ ખંભોલીયા, રાજીવભાઇ પાઠક અને લખનભાઇ દવે દ્વારા કચ્છમાં વસતા તમામ જ્ઞાતિબંધુઓને પરિવાર સાથસે કાર્યક્રમમાં સહભાગી બનવા અનુરોધ કરાયો છે.

અંજાર-ગળપાદર રોડ પર મહાદેવ મંદિરમાં

અન્ય સમાચારો પણ છે...