• Gujarati News
  • National
  • કચ્છ BSFની ટુકડીએ લોકોનો જીવ બચાવ્યા

કચ્છ BSFની ટુકડીએ લોકોનો જીવ બચાવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરગુજરાતના પૂરથી પ્રભાવિત વિસ્તારમાં કચ્છના બીએસએફ જવાનોની ટીમે રાહત બચાવ કામગીરી આદરી અનેક લોકોના જીવ બચાવ્યા હતા, તો હજારો લોકોના સ્થળાંતરમાં પણ મદદરૂપ બન્યા હતા.

ઉત્તર ગુજરાતના સાંતલપુર, રાધનપુર, ધાનેરા, સમી અને પાટણ વિસ્તારમાં અતિભારે વરસાદથી હાલત બદતર બનતાં અનેક પરિવારો ઘરવિહોણા થયા છે, તો 54થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે બોર્ડર સિક્યોરિટી ફોર્સની બાલ્ડ ઇગલ બ્રિગેડે હોડીઓ તેમજ મેડિકલ ટુકડી સહિતની સજ્જતા સાથે દિવસ-રાત બચાવ કામગીરીનો ધમધમાટ આદર્યો હતો.

પૂરથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારમાંથી કચ્છ બીએસએફ સહિતની અન્ય બટાલિયનના જવાનોએ હજારો લોકોના પાણીના વહેણમાંથી સ્થળાંતરીત કરી તેમને સુરક્ષિત સ્થાને ખસેડવાની કાર્યવાહી કરી હતી. જે લોકોનો જીવ અા જવાનોએ બચાવ્યો માટે તેમના માટે તો બીએસએફની બટાલિયન દેવદૂત સાબિત થઇ હતી.

બોર્ડર સિક્યોરિટી ફોર્સનું બચાવ અભિયાન હજુ જારી રહેશે તેવું એક સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

બાલ્ડ ઇગલ બ્રિગેડની મેડિકલ સહિતની ટુકડીઓ પણ કામગીરીમાં આપ્યો સહયોગ

અન્ય સમાચારો પણ છે...