• Gujarati News
  • National
  • કેરામાં 40 હજારના સાધનો ચોરાયા, પોલીસે ફરિયાદ ટાળી

કેરામાં 40 હજારના સાધનો ચોરાયા, પોલીસે ફરિયાદ ટાળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેરાગામમાં આવેલા પ્લાન્ટમાંથી 23 જુલાઇના બોરની મોટર, કેબલ તેમજ અન્ય સાધનો સહિત 40 હજારની ચોરી થઇ ગયા અંગે વાડીના માલિકે માનકૂવા પોલીસમાં ફરિયાદ માટે અવારનવાર પોલીસ મથકમાં જતાં તેમને પીઆઇ આવશે તો ફરિયાદ નોંધાશે, તેવું કહીં ફરિયાદ ટાળવામાં આવે છે. કેરા ગામના હિરાણી સ્ટોન ક્રશર પ્લાન્ટમાંથી 23 જુલાઇના પાણીના બોરની મોટર, કેબલ અને સાધનો મળી કુલ 40 હજારની થઇ ગઇ હતી. પ્લાન્ટના માલિક માનકૂવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયા હતા, ત્યારે પોલીસ સ્ટેશનના હાજર પોલીસ કર્મચારીએ પીઆઇ આવશે ત્યારે ફરિયાદ નોંધાશે, તેવું કહી દીધું હતું. બાદમાં કેરા ઓપીના પોલીસ સ્ટાફે સ્થાનિકે તપાસ કરવાનું કહ્યું હતું. આમ ધક્કા ખવડાવીને પીઆઇ હોવાનું કહી ફરિયાદ ટાળવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...