તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીધામ |ઉરી સેક્

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |શહેરના શ્યામ મંદિર પાસેથી રસ્તા પરથી નર્મદાબેન લખમશી ગઢવીને પર્સ જેમાં 10 હજાર રોકડા અને સોનાનું પેન્ડન્ટ મળી આવતા જે મૂળ માલીકને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂં પાડ્યું હતું. સોનાનું પેન્ડન્ટના માલિક રસીલાબેન મોચીએ જણાવ્યું હતું કે, તેની દિકરીને સાસરીયા દ્વારા પેન્ડન્ટ ચડાવવા આપેલ એજ ધારની બુટ્ટી બનાવવા અંજાર ગયા હતા. જ્યાં પર્સ પડી ગયું હતું.


ગાંધીધામ |ઉરી સેક્ટરમાં થયેલ આતંકવાદી હુમલામાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ અખિલ કચ્છ મહેશ પંથી ગુરૂબ્રાહ્મણ સમાજ વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યો હતો. પ્રમુખ કરશન બ્રાહ્મણ, ઉપપ્રમુખ રામજીભાઇ ધોરીયા વગેરે આગેવાનોએ હાજર રહી બે મીનીટ મૌન પાળી જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાથે સાથે જયમલભાઇ જખુભાઇ ગરવાનું અવસાન થતાં તેને પણ શોકાંજલિ અપાઇ હતી.

આતંકવાદી હુમલામાં શહિદ થનારા જવાનોને શ્રદ્ધાંજલિ અપાઇ

સોનાનું પેન્ડન્ટ પરત કરી મહિલાએ ગરીબ પરિવારની આબરૂ સાચવી

અન્ય સમાચારો પણ છે...