તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માતાના મઢ ખાતે મા મઢવાળી હોટલ એન્ડ રેસ્ટોરન્ટનો પ્રારંભ

માતાના મઢ ખાતે મા મઢવાળી હોટલ એન્ડ રેસ્ટોરન્ટનો પ્રારંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
્રસિદ્ધયાત્રાધામ માતાના મઢ ખાતે સમગ્ર વર્ષ અને ખાસ કરીને નોરતાંના સમય દરમિયાન યાત્રિકોનો ભરપૂર ધસારો રહેતો હોય છે. ભાવિકોને રહેવા-જમવાની વધુ સારી સવલત મળી શકે, તે ઉદ્દેશથી મઢ-રવાપર હાઇવે પર અદ્યતન સુવિધાયુક્ત મા મઢવાળી હોટલ અને રેસ્ટોરન્ટનો પ્રારંભ કરાયો છે.

મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાએ રિબીન કાપીને અને હોટલ માલિક શિવુભા ચૌહાણના માતુશ્રી જ્ઞાનબા ગગુભા ચૌહાણેે દીપ પ્રાગટ્ય કરીને હોટલનો આરંભ કરાવ્યો હતો. પ્રસંગે ઉદયનાથબાપુ ગોરખ ટેકરીવાળા, કચ્છ જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ જોરાવરસિંહ રાઠોડ, તખુભા ખીમાજી જાડેજા, સાવજસિંહ જાડેજા, વેરસલજી મોડજી તુંવર, બઉભા રામસંગજી ચૌહાણ, મંગલસિંહ સોઢા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી યાત્રિકોને વધુ સારી સુવિધાઓ મળવાની લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...