તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તમારી વાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માતાના મઢ જતા પદયાત્રીઓ સ્વયંશિસ્ત જાળવે તો સોનામાં સુગંધ ભળે

નવલાંનોરતાં દરમિયાન મા આશાપુરાના ચરણે શીશ ઝુકાવવા લાખો પદયાત્રીઓ મઢ પહોંચે છે. તેમને માર્ગમાં તકલીફ પડે તે માટે અનેક નામી-અનામી દાતાઓ-સેવકો કેમ્પો રાખતા હોય છે. પદયાત્રીઓ પોતાની સાથે જે કાંઇ ખાણી-પીણીની વસ્તુઓ રાખતા હોય છે તેનો કચરો માર્ગ પર ફેંકી દેતા હોય છે. કેમ્પોની આજુબાજુ કચરાના ઢગ જોવા મળે છે. મોટાભાગે કેમ્પ સંચાલકો પોતાને ત્યાં કચરાના નિકાલની વ્યવસ્થા રાખતા હોય છે છતાં પણ ભાવિકો સ્વયં પાણીના પાઉચ, નાસ્તાના પેકેટો ઇ. વસ્તુઓ જો રસ્તે ફેંકવાની જગ્યાએ જે-તે કેમ્પ ઉપરની નિકાલ પ્રણાલિનો ઉપયોગ કરે તો ‘સ્વચ્છ કચ્છ, સ્વસ્થ કચ્છ’નું સૂત્ર ચરિતાર્થ કરવું અઘરૂં નહીં પડે. સરકારે તો જાહેરનામું બહાર પાડ્યું છે, પરંતુ આપણે જાતે સમજણ કેળવીએ તો વધુ ઇચ્છનીય રહે.

-વિશાલ જોશી, નાના અંગિયા

સમાજકલ્યાણ વિકસતી જાતિ કચેરી સંવેદનહિન

સમાજકલ્યાણ વિકસતી જાતિની કચેરીના કર્મચારીઓ દ્વારા મુસ્લિમ પછાત વર્ગના દર્દીઓને સહાયના ફોર્મ સ્વીકારવા મુદ્દે હડધૂત કરાય છે. ફોર્મ રૂબરૂમાં સ્વીકારાતાં ફરજિયાત રજી. એડીથી મોકલવાં પડે છે. બિનજરૂરી રીતે બાપ-દાદાના સ્કૂલ લીવીંગ સર્ટી.ની માંગ કરાય છે. હવે મુસ્લિમ પછાતવર્ગમાં જ્યાં શિક્ષણનું પ્રમાણ નહીંવત્ હોય ત્યાં બાપ-દાદાનું પ્રમાણપત્ર ક્યાંથી મળે કચેરીમાં દલાલો થકી કામ કરાવી શકાય છે. વડાપ્રધાન મોદી દેશના પછાત સમાજોને આગળ લાવી વિકાસમાં જોડવાની વાત કરે છે ત્યારે કચેરીમાં તેમના દાવાઓની ધજ્જિયાં ઉડતી દેખાય છે. -હાસમ સુમરા, ભુજ

અન્ય સમાચારો પણ છે...