તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજમાં પ.કચ્છ પોલીસ પરિવાર દ્વારા નિ:શુલ્ક નવરાત્રિ

ભુજમાં પ.કચ્છ પોલીસ પરિવાર દ્વારા નિ:શુલ્ક નવરાત્રિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમકચ્છ પોલીસ પરિવાર દ્વારા આગામી 1 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી નવરાત્રિ મહોત્સવનું દબદબાભેર આયોજન કરવામાં આવ્યું છે.

પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા મકરંદ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓની અલગ-અલગ ટીમો બનાવી સુયોગ્ય આયોજન કરી ક્રિકેટ મેદાનમાં નિ:શુલ્ક પ્રવેશ અને રમવા માટેનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શિવ ડેકોરેશન જામનગરના વિશાળ મંડપ ડેકોરેશનની વચ્ચે સૌરાષ્ટ્ર સાઉન્ડ સિસ્ટમ, રાજકોટ અને રાજકોટના જાણીતા ક્રેઝી ટ્યૂન ગ્રૂપના જયેશ દવે એન્ડ ગ્રૂપની ટીમ જેમાં અંજલિ પટેલ, પૂર્ણિમા પરેશ ગૌસ્વામી, શરદ જાનીના સૂર સાથે ગરબા રમવા ભુજવાસીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અર્વાચીન ગરબાનો આંનદ માણવા માટે પોલીસ તંત્રનું ભુજવાસીઓને આહવાન

અન્ય સમાચારો પણ છે...