તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગરબા અને લોકસંગીત સાથે ટીન સિટીમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠશે

ગરબા અને લોકસંગીત સાથે ટીન સિટીમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોટરીકલબ ઓફ ભુજ દ્વારા નવરાત્રિ મહોત્સવ 2016નું ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજન થયું છે. મૂળ કચ્છી અને બોલિવુડના જાણીતા સંગીતકાર વીજુ શાહ તેમજ કચ્છના સ્થાનિક કલાકરો તેમજ મુંબઇના કલાકારો ખેલૈયાઓને ટેસડો પાડી દે તેવું આયોજન ઘડાઇ ચૂક્યું છે. રોજના બેથી ત્રણ હજાર લોકો ગરબા ઉત્સવમાં જોડાઇને નવરાત્રિનો અનેરો માહોલ ખડો કરે તેમ ચિત્ર ઉભું થયું છે. એક દિવસ બાલવીર સીરીયલનો બાળ હિરો દેવ જોષી તથા બાલ પરી સિરીયલની શર્મીલી રાજ આવશે.

બોલીવુડના સંગીતકાર વીજુ શાહ તથા અહેમદ અને સાજીદનું ઢોલ ટ્રેસર ગ્રૂપ ખેલૈયાઓને ગરબે ઝુમાવશે. તા.1/10થી તા.11/10સુધી ખેલૈયાઓ ઝૂમી ઉઠશે. રોટરી કલબ ઓફ ભુજ દ્વારા માધ્યમોને અપાયેલી માહિતીમાં પ્રમુખ અવનિશ ઠક્કરે જણાવ્યું હતું કે, લોકોને ઉચ્ચ કક્ષાનું સાંસ્કૃતિક મનોરંજન મળે તેવા ઉદેશથી આયોજન કરવામાં આવે છે. તો ડોનેશન એન્ટ્રી ટિકિટ રૂા. 100 અને રમવા માટે રૂા.30 નિયત કરાઇ છે. જેમાંથી થનારી આવકમાંથી રોટરી એજ્યુકેશન ટ્રસ્ટ તથા ભુજ રોટરી ચેરીટેબલ સોસાયટીના માધ્યમથી સામાજિક કાર્યો થશે.

દરેકને ગમે તેવું સંગીત નવા અંદાજમાં રજૂ થશે : વીજુ શાહ

આમતો નવરાત્રિ માટેનું સંગીત બુફે ડીનર જેવું છે. પણ દરેકને ગમતું મ્યુઝીક પીરસવાનું હોય છે. ભુજમાં આવું કંઇક સંગીત રજૂ કરવાનો પ્રયાસ થવાનો છે. વખતે ગુજરાતી ગીતો અને લોક ગીત નવા અંદાજમાં રજૂ કરી ચોક્કસ લોકોના અને ખાસ કરીને ખેલૈયાઓ તેમજ ગરબા માણવા આવતા લોકોના દિલ જીતી લેવાશે તેમ વીજુ શાહે કહ્યું હતું.

પહેલા દિવસે મહિલા મંડળોનો રાઉન્ડ : 11મીએ મેગા ફાઇનલ

નોરતાનાપ્રથમ દિવસે મહિલા રાઉન્ડ યોજાશે, જેમાં 60થી વધુ મહિલા મંડળો સ્પર્ધાત્મક રાસ રમશે, તો દરરોજ શરૂઆતમાં ચીલ્ડ્રન રાઉન્ડ તથા બે જનરલ રાઉન્ડ રમાશે, જનરલ રાઉન્ડમાંથી દરરોજ 20 સ્પર્ધકોને ઇનામ આપવામાં આવશે. તો 11/10 પસંદગી પામેલા સ્પર્ધકો માટે મેગા ફાઇનલ રાઉન્ડ યોજાશે, જેમાં કુલ 10 સ્પર્ધકોને ઇનામ અપાશે તથા ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ટ્રોફી આપવામાં આવશે.

રોજના બેથી ત્રણ હજાર લોકો જોડાય તેવી આયોજક રોટરી કલબ ભુજને આશા

વીજુ શાહનું સંગીત, સ્થાનિક કલાકારોના કામણ અને ઢોલ ટ્રેસરના તાલ રંગ જમાવશે

અન્ય સમાચારો પણ છે...