તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા ડ્રાઇવરનું હૃદય બેસી ગયું

સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા ડ્રાઇવરનું હૃદય બેસી ગયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજશહેરના આરાધના ભવન પાસેના પુલિયા નીચેથી રાજકોટના ડ્રાઇવરનો, હાડપિંજરમાં ફેરવાયલો મૃતદેહ મળ્યો હતો. કેસનો ભેદ ઉકેલવા માટે સઘન તપાસ હાથ ધરાતાં ફોન કોલ ટ્રેકના અાધારે બસચાલકનાં મોતમાં નવો વળાંક આવ્યો હતો.

સોમનાથ ટ્રાવેલ્સમાં ડ્રાઇવિંગ કરતા ઈમ્તિયાઝ મહમદ ઉડપોત્રા (ઉ.વ.37)નું હાડપિંજર ગત 22/9ના સવારે પુલિયા નીચેથી મળી આવ્યું હતું. શહેર બી ડિવિઝન પોલીસે મૃતકના ભાઈ ઈકબાલ મહમદ ઉડપોત્રાની ફરિયાદ પરથી અજાણ્યા ત્રણ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ડ્રાઇવરનાં મોત પાછળના કારણો જાણવા તપાસ દરમિયાન મરનારાના ભાઇએ જણાવ્યું હતું કે, મારો ભાઇ બે મોબાઇલ સીમ કાર્ડ વાપરતો હતો, જેના પરથી પોલીસે આઇએમઇઆઇ નંબર દ્વારા ફોન ટ્રેક કરતા મોબાઇલ એક કિશોર પાસે હોવાનું સામે આવ્યું હતું. તેણે એક અન્ય સગીર પાસેથી લીધો હોવાની કેફિયત આપી હતી. પ્રથમ તેને ડ્રાઇવરની 5 શખ્સો દ્વારા હત્યા કરાઇ હોવાનું પોલીસને જણાવી ગુમરાહ કરવાની કોશિશ કરી હતી, પરંતુ તે ભાંગી પડ્યો હતો, મરનાર તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો, ત્યારે તેને અચાનક ફિટ આવતાં તેનું માથું દીવાલ સાથે અથડાવવાથી મોત થયું હોવાની કબૂલાત આપી હતી, તો મરનારાના લોહીના ધાબાવાળા કપડાંનો રિપોર્ટ એફએસએલમાંથી આવશે ત્યારે અન્ય વિગતો બહાર આવશે, તેવું બી ડિવિઝન પીઆઇ એમ.જે. બોક્ષાએ જણાવ્યું હતું.

ભુજમાં ખાનગી બસચાલકનાં મોતમાં નવો વળાંક : ફોન કોલના અાધારે પોલીસે ભેદ ઉકેલ્યો

અન્ય સમાચારો પણ છે...