• Gujarati News
  • National
  • દરેક જિલ્લામાં નિગમના પેન્શનર્સ રજુઆત કરી શકશે

દરેક જિલ્લામાં નિગમના પેન્શનર્સ રજુઆત કરી શકશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોર્ડઅને નિગમના નિવૃત કર્મચારીઓને 1995 ઇપીએસ પેન્શન યોજના હેઠળ નજીવી રકમ ચૂકવાય છે, જેમાં વધારો કરવા માટે રાજ્યના દરેક જિલ્લાના સાંસદ મારફતે શ્રમમંત્રી પાસે સામૂહિક રજુઆત કરવાનો તખતો ગોઠવાયો છે.

એસ.ટી. નિવૃત પેન્શન સમિતિના સુરેશભાઇ અને ગુજરાત ડેરી વિકાસ નિગમના ભરત ચૌહાણ દ્વારા કચ્છ જિલ્લાના બોર્ડ અને નિગમના કર્મચારીઓ તરફથી હાલમાં મળતા પેન્શન અંગેની રજુઆત કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાની મધ્યસ્થીથી નવી દિલ્હીમાં શ્રમ અને રોજગાર મંત્રી પાસે પેન્શન માટે લેખિતમાં રજુઆત મોકલાઇ હતી. તેજ રીતે અન્ય જિલ્લાના તમામ બોર્ડ અને નિગમોના નિવૃત કર્મચારીઓ સંગઠિત બની જે તે જિલ્લાના માન્ય સાંસદ મારફતે પેન્શન બાબતે લેખિતમાં આપી ભલામણ સાથે મંત્રીનું ધ્યાન ખેંચવા દોરવાય તે માટે જિલ્લા સ્થળે એકત્રિત થઇ સામૂહિક રજુઆત કરવાનો કાર્યક્રમ છે.

વધુ વિગત માટે એસ.ટી. નિગમના નિવૃત હોદેદારોને મોબાઇલ નંબર 9925624539, ડેરી નિગમના મોબાઇલ નંબર 7405074086 અને પીજીવીસીએલ મોબાઇલ નંબર 8980812783 પર સંપર્ક સાધવા જણાવાયું છે.

EPS હેઠળ રકમમાં વધારો કરવા માગણી

અન્ય સમાચારો પણ છે...