• Gujarati News
  • National
  • આદિપુરના શિક્ષકને સૌરાષ્ટ્ર કચ્છના ‘શ્રેષ્ઠ શિક્ષક’નું સન્માન

આદિપુરના શિક્ષકને સૌરાષ્ટ્ર-કચ્છના ‘શ્રેષ્ઠ શિક્ષક’નું સન્માન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આદિપુરનીસેન્ટ ઝેવિયર્સ શાળામાં 30 વર્ષે સુધી શિક્ષક તરીકે સેવા આપનાર યાસીનબેગમ રીયાઝને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરાયો હતો. ક્ષણે તેમણે બાળકોનું માનસ ખુબ નાજુક હોવાથી તેમની ફુલની જેમ માવજત કરવી જોઇએ તેમ જણાવ્યુ હતું.

ઓલ ઇન્ડિયા નેશનલ એશોસીએશન ઓફ કેથોલીક સ્કુલ દ્વારા તેના મુખ્ય કેન્દ્ર રાજકોટ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયંુ હતું. જેમાં આદિપુરની સેંટ ઝેવિર્યસ શાળા સંસ્કૃતનો અભ્યાસ કરાવતા યાસીન બેગમ રીયાઝને કચ્છ, સૌરાષ્ટ્ર પંથકમાં આવેલી અઢળક શાળાઓમાં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરાયો હતો. તેમણૅ સન્માન માટે પરીવાર, શાળા અને સહ કર્મચારીઓનો આભાર માન્યો હતો. અહી નોંધવું રહ્યંુ કે તેવો 8 ભાષાના જાણકાર છે અને ગુજરાતી, ઈંગ્લીશ અને હિંદી ત્રણે માધ્યમના છાત્રોને સંસ્કૃતનો અભ્યાસ કરાવે છે. ચાલુ વર્ષે તેવો વયનિવૃત થઈ રહ્યા છે. અગાઉ તેમને સંસ્કૃતના અભ્યાસ માટે બહુમાન પણ મળ્યું હતું.

રાજકોટમાં ઓલ ઇન્ડીયા નેશનલ એસો. ઓફ કેથોલીક સ્કૂલ દ્વારા એવોર્ડ આપી સન્માન કરાયું હતું.

રાજકોટ ખાતે શિક્ષિકાનું કરાયું બહુમાન

અન્ય સમાચારો પણ છે...