Divya Bhaskar

Home » Kutchh » Bhuj » 42.7 ડિગ્રી : કંડલા એરપોર્ટ રાજયમાં સૌથી ગરમ, ભુજમાં 11 કીમીની ઝડપે પવન ફુંકાયો

42.7 ડિગ્રી : કંડલા એરપોર્ટ રાજયમાં સૌથી ગરમ, ભુજમાં 11 કીમીની ઝડપે પવન ફુંકાયો

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 03:55 AM

ભુજના રોયલ્ટી ઇન્સ્પેકટર અને સર્વેયરને વધારાનો હવાલો

  • 42.7 ડિગ્રી : કંડલા એરપોર્ટ રાજયમાં સૌથી ગરમ, ભુજમાં 11 કીમીની ઝડપે પવન ફુંકાયો
    કચ્છમાં ગયા શનિવારથી શરૂ થયેલો આકરી ગરમીનો દોર યથાવત રહેતા હિટવેવના સકંજામાં સપડાયેલા કચ્છના લોકો પ્રખર તાપના પ્રભાવમાં રીતસરના શેંકાયા હતા. શનિવારે 42.7 ડિગ્રી તાપમાને કંડલા એરપોર્ટ રાજયનું સૌથી ગરમ મથક બનવા સાથે અંગારા ઓકતી ગરમીથી ધગધગ્યું હતું. ભુજમાં પારો નીચો તો ઉતર્યો પણ લુ વર્ષાએ ભુજવાસીઓની હાલત કફોડી બનાવી દીધી હતી.

    કંડલા એરપોર્ટમાં મહતમ તાપમાન આંશીક વધારા સાથે 42.7 ડિગ્રીના આંકે પહોંચતાં આ મથક રાજયનું હોટેસ્ટ સિટી બની ગયું હતું. આકરા તાપના પ્રભાવના લીધે ગાંધીધામ સંકુલના લોકોએ ખાસ કરીને બપોરના સમયે આભમાંથી અગનગોળો વરસતો હોય તેવી પ્રખર ગરમી અનુભવી હતી. જોકે આ હવામાન મથકથી 6થી 7 કિલોમિટરના અંતરે આવેલ કંડલા પોર્ટ હવામાન મથકમાં મહતમ પારો 38.6 ડિગ્રી નોંધાયો હતો.

    ભુજમાં 3 દિવસ સુધી મહતમ પારો 41.6 ડિગ્રી પર ચીટકી રહ્યા બાદ શનિવારે 2 ડિગ્રીના ઘટાડા સાથે 39.6 ડિગ્રીના આંકે પહોંચ્યો હતો. ગયા રવિવારથી ભુજમાં સતત 6 દિવસ સુધી તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાયા બાદ શનિવારે 6 દીવસ પછી પહેલીવાર પારો 40 ડિગ્રીથી નીચે ઉતર્યો હતો. જોકે ભુજમાં સરેરાશ 11 કિ.મીની ઝડપે પવન ફુંકાતા લુ વર્ષાએ ભુજવાસીઓને ગરમીમાંથી નામમાત્ર રાહત આપી નહોતી. સ્થાનિક વર્તારામાં ભુજમાં પારો ફરી ઉંચકાવવાની શકયતા દર્શાવાઇ છે.

    ગુરુવારે વિક્રમી તાપથી તપેલા નલિયામાં પારો નોર્મલ આસપાસ એટલે કે 36.4 ડિગ્રી નોંધાયો હતો. રાજયમાં કુલ આઠ શહેરોમાં પારો 40 ડિગ્રીના આંકથી ઉપર રહ્યો હતો. હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં હજુ 1 દિવસ સુધી હિટવેવની અસર યથાવત રહેશે તેવી આગાહી કરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending